Breaking: ચાંદબાગ વિસ્તારમાં IB અધિકારી અંકિત શર્માની લાશ મળી

Breaking: ચાંદબાગ વિસ્તારમાં IB અધિકારી અંકિત શર્માની લાશ મળી

નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં 24 ફેબ્રુઆરીથી ફાટી નિકળેલી હિંસા હજી પણ સંપૂર્ણપણે શાંત નથી થઈ. ઉપદ્રવીઓએ મંગળવારે પણ કેટલાય સ્થળોએ તોડફોડ કરી. આ બધાની વચ્ચે ભાજનપુરાના ચાંદબાગ વિસ્તારથી મોટા અહેવાલ સામે આવી રહ્યા છે, અહીં ઈન્ટેલિજેન્સ બ્યૂરોના અધિકારીની લાશ મળી આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આઈબી ઑફિસરની ઓળખ અંકિત શર્મા તરીકે થઈ છે. અંકિત ઘરે રજા માણવા આવ્યા હતા, પરંતુ દંગાનો અવાજ સાંભળી તેઓ બહાર નિકળી ગયા અને તે બાદથી તેમનો કોઈ પતો નહોતો ચાલ્યો.

ankit sharma

દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તાર ભજનપુરા, ખજૂરી, ઝાફરાબાદમાં સોમવારે હિંસા ભડકી છે. બે પક્ષો વચ્ચે આ હિંસક ઝડપમાં કેટલીય જગ્યાએ આગ લગાવવાની અને પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. ભજનપુરા વિસ્તાર આ હિંસાથી ઘણો પ્રભાવિત થયો અહીં મંગળવારે પણ ચાંદ બાગ વિસ્તારમાં હિંસક ઝડપની તસવીરો સામે આવી હતી. આ દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માનો દેહ મળતાં હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ તેમનો મૃતદેહ ચાંદ બાગની કેનાલમાંથી મળી આવ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે અંકિત ર્મા રજા વિતાવવા માટે પોતાના ઘરે આવ્યા હતા પરંતુ સોમવારે ભડકેલી હિંસા બાદથી તેઓ લાપતા હતા. બુધવારે તેમની લાશ એક કેનાલમાંથી મળ્યા બાદ ઘરવાળાઓમાં શોકનો માહોલ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ તેમની હત્યા પત્થરોથી કચડીને કરવામાં આવી છે. પોલીસે અંકિત શર્માનો દેહ કબ્જામાં લીધો છે, ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X