EXCLUSIVE : ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં 26/11 જેવા હુમલો થઇ શકે છે
નવી દિલ્હી: લશ્કર એ તૈયબાના આતંકી જકી-ઉર-રહમાનની રહાઇ પછી ભારત પર આતંકી હુમલાની શક્યતા વધી ગઇ છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના જણાવ્યા મુજબ ભારતના ત્રણ રાજ્યોમાં 26/11 જેવો આતંકી હુમલો થઇ શકે છે.
વનઇન્ડિયાથી કરાયેલી ખાસ વાતચીતમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત આતંકીઓના નિશાના પર છે. આ રાજ્યોમાં બંધક બનાવીને આતંકી કૃત્ય કરવાની મનશા આંતકવાદીઓ રાખી રહ્યા છે.

હવે આતંકીઓની યોજના વધુને વધુ લોકોને બંધક બનાવાની છે. માટે જ મોલ, સિનેમા ગૃહ, સ્કૂલ, કોલેજ જેવી જગ્યા પર તે ટાર્ગેટ કરી શકે છે.
શું છે આંતકવાદીઓનો ઇરાદો
આતંકવાદીઓ આમ કરી ખાલી ડર ફેલાવા માગે છે. એટલું જ નહીં તે ભારતને સમજાવા માંગે છે કે લખવીને રિહાઇ પર તે દબાવ ના બનાવે. વધુમાં જણવા મળ્યું કે તેમાં આઇએસઆઇના આંતકવાદી પણ જોડાશે.
પોલિસને કરાઇ એલર્ટ
ત્રણેય રાજ્યો અને અન્ય રાજ્યોના પોલિસ સ્ટેશન પર ગૃહમંત્રાલયે એલર્ટ જાહેર કર્યો છે. વધુમાં ગુજરાત અને તમિલનાડુ પર હુમલો થવાની શક્યતા વધુ છે. કારણ કે અહીં દરિયાઇ રસ્તે ભારતમાં દાખલ થવું સરળ છે.












Click it and Unblock the Notifications
