IBC 2018: બેંકિંગ સેક્ટર માટે આધાર લિંકિંગ વરદાન સમાન
સરકારનું માનવું છે કે બેંક ખાતાને આધાર સાથે જોડવું બેંકિંગ ઉદ્યોગ માટે વરદાન સમાન સાબિત થયું છે. ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થશે.
નવી દિલ્હીઃ સેન્ટર ફોર ઈકૉનોમિક પૉલિસી એન્ડ રિસર્ચ (CEPR) અને નીતિ આયોગ દ્વારા આયોજિત ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં માત્ર ખાનગી બેંકો જ નહીં પણ ઈન્ડસ્ટ્રિયલ બેંકિગ પર અને બેંક ખાતાને આધાર સાથે જોડી તેને સુરક્ષિત બનાવવા પર પણ જોર આપવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં અન્ય સમસ્યાઓ સિવાય બેંક ખાતા સાથે આધારને જોડવા મામલે પણ મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. સરકારનું માનવું છે કે બેંક ખાતાને આધાર સાથે જોડવું બેંકિંગ ઉદ્યોગ માટે વરદાન સમાન સાબિત થયું છે. ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થશે.

ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ 2018ના મુખ્ય સલાહકાર અને અર્થશાસ્ત્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલે વન ઈન્ડિયા સાથેની વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'હકીકતમાં આધાર એકલવાયી ઓળખાણ બની રહી છે. પહેલાની વાત કરીએ જ્યારે કંપનીના 200થી વધુ બેંક ખાતાં રહેતાં હતાં. આ બધું હજુ પણ થઈ રહ્યું છે. કોઈ વ્યક્તિ જ નહીં પણ કોર્પોરેટ પણ એકથી વધુ બેંકોમાં વિવિધ બેંક ખાતા રાખતા હતા અને તમામ અકાઉન્ટમાં અલગ-અલગ ઓળખાણ અને સરનામું આપવામાં આવતું હતું. આ બેંક ખાતાં એક બીજા સાથે લિંક ન હતાં. માટે એક ખાતાંમાંથી બીજા ખાતાંમાં પૈસાની હેરાફેરી થઈ રહી હતી. એક રીતે કાળાનાણાને રોક ટોક વિના પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહ્યું હતું. પરંતુ વર્તમાન સરકારે જ્યારથી બેંક ખાતાને આધાર સાથે જોડવાનું શરૂ કર્યું ત્યારથી એકથી વધુ બેંક અકાઉન્ટ ખોલવાં અશક્ય થઈ ગયું છે.'
જ્યારે આધારના કારણે બેંકિંગ દ્વારા ભારત રકારને પોતાની લોક કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત રૂપિયા લોકો સુધી પહોંચાડવામાં મદદ મળી છે. અગાઉ મોટાભાગે યોજનાનું ભંડોળ લોકો સુધી પહોંચાડવામાં કેટલીય સમસ્યાઓ આવતી હતી, જ્યારે આધારને કારણે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાયો છે. ડીબીટી દ્વારા સરકારી યોજનાઓમાં થતી ગડબડી પર રોટ લગાવી શકાય છે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે આધારને જનધન ખાતા સાથે જોડવામાં આવ્યું છે જેથી કરીને નાણાકીય ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં આવે. જેનાથી સબ્સિડી બચાવવામાં પણ ભારે મદદ મળે છે. ડીબીટીને કારણે સરકારે 29 કરોડ રૂપિયા માત્ર ઉજ્જવલા યોજનામાં બચાવ્યા છે. અહીં આધારના કારણે એકથી વધુ બેંક ખાતા રાખનાર વ્યક્તિ કે કોર્પોરેટ પર નજર રાખવી શક્ય બન્યું છે. સરકાર હવે આ ખાતાને ચેક કરી શકે છે. આધારથી બેંક ખાતાને જોડવાના કારણે મોટા પાયે થતી પૈસાની હેરફેર પર રોક લાગી ગઈ છે. સરકારે ગડબડ કરતી કંપનીઓ વિરુદ્ધ ગંભીર કાર્યવાહી કરી છે અને 3 લાખથી વધુ કંપનીઓનું રજિસ્ટ્રેશન ખતમ કરી દીધું છે. આ કારણે મની લૉન્ડ્રિંગ અને કાળાનાણા પર મહદ અંશે લગામ લગાવી શકાઈ છે.












Click it and Unblock the Notifications
