ICICI બેંકે લઘુ વેપારીઓ માટે પહેલું ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ ‘InstaBIZ’ લૉન્ચ કર્યું
ICICI બેંકે લઘુ વેપારીઓ માટે પહેલું ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ ‘InstaBIZ’ લૉન્ચ કર્યું
આઈસીઆઈસીઆઈબેંકે એમએસએમઈ અને સ્વ-રોજરગાર લોકો માટે એક નવું ડિજિટલ પ્લેટફોર્મને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેઓ પોતાના વ્યવસાય સંબંધિત બેંકિંગ લેણદેણને ડિજિટલી અને તાત્કાલિક શરૂ કરી શકે છે, આ એપનું નામ InstaBIZ છે. આના માધ્યમથી બેંકની 115 પ્રોડક્ટ્સ અને સર્વિસ હાંસલ કરી શકાય છે. જેને એમએસએમઈ માટે ભારતનું સૌથી વ્યાપક ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ જણાવવામાં આવે છે.

જેના થકી બેંકની મુલાકાત લીધા વિના લઘુ વેપારીઓ પોતાનાં બેંકિંગ નાણાકીય વ્યવહારો તરત શરૂ કરી શકે છે. આ એપ મોબાઈલ ફોન અથવા ઈન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મથી વધુ સુરક્ષિત છે. આ એપ પર એક જ જગ્યાએ 115 પ્રોડક્ટ્સ અને સર્વિસ હાંસલ કરી શકાય છે. આમાં કેટલીક સુવિધા ઑફર કરવામાં આવી છે, જેમાં સવિશેષ સુવિધા તરીકે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે, જે અંતર્ગત એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ તરત 15 લાખ રૂપિયા સુધીનાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે.
બેંકિંગ ઉદ્યોગમાં 'InstaBIZ' આ પ્રકારનું પહેલુ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે, જેના દ્વારા સિંગલ ક્લિકમાં ચલાણ નંબરનો ઉપયોગ કરી જીએસટીની તત્કાળ ચુકવણી કરી શકાય છે. આમાં ઑટોમેટિક બેંક રિકૉન્સિલેશન અને આયાત-નિકાસ સંબંધિત મોટા નાણાકીય વ્યવહારો પણ સામેલ છે. વેપારીઓ માત્ર પોતાની બેંક ડિટેલ અને કેવાઈસી અપલોડ કરી 10 લાખ રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા તરત પ્રાપ્ત કરી શકે છે. તેઓ કરંટ અકાઉન્ટ માટે પણ અપ્લાય કરી શકે છે.
બેંકના અધિકારી શ્રી પંકજ ગાડગિલે કહ્યું કે, ભારતમાં એમએસએમઈ અને સ્વરોજગાર વાળા ક્ષેત્રો સૌથી મોટો વર્કફોર્સ છે અને આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે અમે માનીએ છીએકે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ અને ડિજિટાઈઝેશન એમએસએમઈ વ્યવસાયોના પ્રોત્સાહન માટે મુખ્ય પેરામીટર છે, જેને ધ્યાનમાં રાખતા અમે દેશનું પહેલું ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. ગાડગિલ કહે છે કે એક જ જગ્યાએ 11 પ્રોડક્ટ્સ અને સર્વિસ મળતી હોવાથી તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો એક જ ક્લિકમાં થઈ શકશે. અમારું માનવું છે કે આ ઑલ ઈન વન ડિજિટલ પ્લેટફોર્મ એમએસએમઈને સહેલી બેંકિંગ સેવાઓ પ્રદાન કરશે.
આના દ્વારા મળશે અન્ય સુવિધાઓ
1.એક વ્યૂ ડેશબોર્ડ અને ઑટોમૈટિક બેંક રિકૉન્સિલેશન
2.સેલ, બિલની ચૂકવણી, ઈનવોઈસ, ચલાણ અને હાજર કેશની જાણકારી.
આ એપ નાણાકીય વ્યવહારો માટે ડિજિટલ પ્લેટફોર્મથી પૂરી ટીમને સુવિધાજનક અને સુરક્ષિતરૂપે લાભાન્વિત કરવામાં સક્ષમ બનાવે છે.
નેટવર્કિંગ અને બિઝનેસ કેમ્પેન એમએસએમઆઈ InstaBIZ પ્લેટફોર્મના માધ્યમથી પ્રચાર પણ કરી શકે છે અને પોતાના પ્રચાર માટે સંબંધિત આઈસીઆઈસીઆઈ બેંક ગ્રાહકોને સૂચનાઓ પણ મોકલી શકે છે. કોઈપણ એમએસએમઈ ગૂગલ પ્લેસ્ટોરથી InstaBIZ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે. આ એપ ટૂંક સમયમાં એપપ્લ એપસ્ટોર પર પણ ઉપલબ્ધ થશે. તે ICICIના ઈન્ટરનેટ બેંકિંગના સેક્શન દ્વારા કોર્પોરેટ ઈન્ટરનેટ બેંકિંગ પર ક્લિક કરીને પણ આનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો- કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના વિશ્વાસ મત દરમિયાન સંસદમાંથી બસપા MLA ગાયબ
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
