ICSE Results 2019: આજે જાહેર થશે 10માં અને 12માંના પરિણામ, આ રીતે કરો ચેક
કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (ICSE Results 2019) 10માં અને 12માંના પરિણામો 7મે એટલે કે આજે બપોરે 3 વાગે જાહેર કરવામાં આવશે.
કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (ICSE Results 2019) 10માં અને 12માંના પરિણામો 7મે એટલે કે આજે બપોરે 3 વાગે જાહેર કરવામાં આવશે. સીઆઈએસસીઈ આઈસીએસઈ 2019 ધોરણ 10માં અને આઈએસસી ધોરણ 12માંની પરીક્ષા આપી ચૂકેલ છાત્રો પોતાનું પરિણામ કાઉન્સિલ ઑફ ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશની અધિકૃત વેબસાઈટ www.cisce.org પર જઈન ચેક કરી શકે છે. છાત્રો પોતાના એડમિટ કાર્ડ પર આપેલ રોલ નંબરની મદદથી પોતાના પરિણામ ચેક કરી શકે છે.

આ વેબસાઈટ પર જુઓ પરિણામઃ
છાત્રો પોતાનુ પરિણામ results.cisce.org, cisce.org કે examresults.net પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
કેવી રીતે ચેક કરશો પરિણામઃ
પરિણામ ચેક કરવા માટે છાત્રએ CISCEની અધિકૃત વેબસાઈટ એટલે કે cisce.org પર લૉગ ઈન કરવાનું રહેશે.
અહીં ICSE 10th Board Result 2019 અથવા ICSE 12th Board Result 2019ની લિંક પર ક્લિક કરો.
માંગવામાં આવેલી વિગત ભરીને સબમિટ પર ક્લિક કરો.
તમારુ પરિણામ તમારી સ્ક્રીન પર હશે.
આને ડાઉનલોડ કરીને ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી લો.
SMS પર ચેક કરો પરિણામઃ
આ પરિણામોને મોબાઈલ ફોન પર એસએમએસની મદદથી પણ જોઈ શકાય છે. આના માટે છાત્રને ICSE કે ISCને સાત અંકોના આઈડી કોડને 09248082883 પર મોકલવાનું રહેશે. આ પરીક્ષાઓ 22 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી આયોજિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ પરિણામો 14મેના દિવસે બપોરે 3.00 કલાકે જાહેર કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
