કોરોનાવાઈરસ હોવા છતાં કોલકાતામાં ઠેર-ઠેર રખડતો રહ્યો અધિકારીનો દીકરો
કોરોનાવાઈરસ હોવા છતાં કોલકાતામાં ઠેર-ઠેર રખડતો રહ્યો અધિકારીનો દીકરો
દેશમાં મહામારી કોરોનાવાઈરસના મામલા વધતા જઈ રહ્યા છે. સંક્રમિત દર્દીના આંકડા વધીને 148 થઈ ગયા ચે. જેમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યાં છે. દેશના 16 રાજ્યોમાં કોરોનાનો કહેર છે. દિલ્હીથી લઈ મહારાષ્ટ્ર સુધી કહેર વરસાવનાર કોરોના પશ્ચિમ બંગાળ પણ પહોંચી ગયો છે. અહીં સચિવ સ્તરના એક અધિકારીના દીકરાના કોરોનાના સેમ્પલ ટેસ્ટ પોજિટિવ નીકળ્યા. જાણકારી મુજબ પીડિતાની મા પશ્ચિમ બંગાળના ગૃહ વિભાગમાં અધિકારી છે.

અધિકારી સરકાર દ્વારા આયોજિત બેઠકમાં ભાગ લઈ ચૂકી છે, જેમાં શીર્ષ અધિકારી પણ હાજર હતા. અધિકારીના દીકરીને શરૂઆતમાં દાખલ થવા માટે કહેવાયું હતું, પરંતુ તેણે ના પાડી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત લંડનથી પરત ફર્યો હતો. દર્દીને બાલીઘાટના આઈડી હોસ્પિટલમાં દાખલ કરાવાયો છે.
સૂત્રો મુજબ તે બ્રિટનમાં જે લોકો સાથે રહી રહ્યો હતો તેમના પણ ટેસ્ટ પોજિટિવ હતા. હવે તેણે દાખલ થવાની ના પાડતા સવાલ ઉઠી રહ્યા છે. હાલ અધિકારીના પરિવારના સભ્યોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બ્રિટેનથી પરત ફર્યા બાદ અધિકારીનો દીકરો પોતાના ઘરે પણ ના રહ્યો અને કોલકાતામાં ઠેર-ઠેર રખડતો રહ્યો. પોલીસની નજર એવા સ્થળ પર છે જ્યાં અધિકારીનો દીકરો ફરવા ગયો હતો.
15 માર્ચે બ્રિટનથી ફર્યો
એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં કોરોનાવાઈરસનો પહેલો મામલો સામે આવ્યો છે. બ્રિટેનથી પરત ફરેલ વ્યક્તિને કોરોનાવાઈરસનો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. અધિકારી મુજબ દર્દીના માતા-પિતા અને ડ્રાઈવરને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા ચે. જણાવવામાં આવી રહ્યું છે કે 18 વર્ષીય યુવક 15 માર્ચે બ્રિટનથી પરત ફર્યો હતો. હવે યુવક સહિત માતા-પિતા અને ડ્રાઈવરને પણ આઈસોલેશનમાં રાખ્યા છે.












Click it and Unblock the Notifications
