For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસઢમાં પ્રથમ ચરણના મતદાન પહેલાં બ્લાસ્ટથી ભયનો માહોલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 10 નવેમ્બર: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણના મતદાન ઠીક એક દિવસ પહેલાં થયેલા માઓવાદીએ રાયપુરથી 150 કિલોમીટર દુર ઔંદીમાં બ્લાસ્ટ કરી ભય ફેલાવવાનું કામ કર્યું છે. સોમવારે સવારે 7 વાગે પ્રથમ ચરણનું મતદાન શરૂ થશે. આ બ્લાસ્ટ મુખ્યમંત્રી રમણ સિંહના વિધાનસભા ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બ્લાસ્ટમાં આઇઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ એકદમ ઓછી તીવ્રતાવાળા બોમ્બ રાખીને રિમોટ કંટ્રોલના માધ્યમથી કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં સીઆરપીએફના એક જવાનને ઇજા પહોંચી છે. જો કે આ ઘટના પહેલાં મતદાન સ્થળોએ જવાના રસ્તાની સુરક્ષા બે દિવસો પહેલાંથી જ વધારી દેવામાં આવી છે.

crpf-jawans-601

છત્તીસગઢમાં આવતીકાલે પ્રથમ ચરણનું મતદાન શરૂ થશે. સોમવારે બસ્તર તથા રજનંદગાવ સહિત 18 વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે, જેમાં 29,33,200 મતદારો ભાગ લેશે. પહેલાં ચરણમાં 143 ઉમેદવાર ચૂંટણી લડશે. ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ 18 સીટોમાં 15 ભાજપે વધુ ત્રણ કોંગ્રેસે જીતી હતી.

કડક સુરક્ષા
દરેક મતદાન સ્થળો પર આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ છત્તીસગઢથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશને અડીને ખાસ સાવધાની વર્તવામાં આવી રહી છે. ડીજીપી રામ નિવાસ અનુસાર માઓવાદીઓની ગતિવિધીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આપણા માટે કોઇના નજર રાખવાથી વધુ સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન કરવું વધુ જરૂરી છે. 18 વિધાનસભા વિસ્તારોમાં 85 હજાર સુરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યા છે. તેમા6 રાજ્ય પોલીસની સાથે-સાથે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓના જવાન પણ સામેલ છે.

English summary
A blast has been reported in Aundhi area 150 kilometer from Raipur in Chhattisgarh just a day before first phase of Polling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X