મુલાયમની વિરુદ્ધ બોલ્યો તો કોંગ્રેસીઓ મારી નાંખશે: બેની પ્રસાદ

બેની પ્રસાદ લોકોને કહે છે કે તેમની હવે મુલાયમ સિંહ સાથે ફાઇટિંગ ના કરાવો, કારણ કે કોંગ્રેસને મુલાયમના સમર્થન થકી ફુડ સિક્યુરિટી બિલ પાસ કરાવવાનું છે. બેની પ્રસાદના જણાવ્યા અનુસાર હવે તેમણે મુલાયમ સિંહની વિરુદ્ધ કઇ બોલ્યા તો કોંગ્રેસી તેમને મારી નાખશે.
આ અંગે બેની પ્રસાદ વર્માએ જણાવ્યું કે મારો અને મુલાયમનો ઝગડો ના કરાવો કારણ કે અમારે ફુડ સિક્યુરિટી બિલ પાસ કરાવવાનું છે અને તેના માટે મુલાયમ સિંહનું સમર્થન લેવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેની પ્રસાદ અવારનવાર મુલાયમ સિંહ પર કોઇને કોઇ વિવાદિત ટિપ્પણી કર્યા કરે છે. પરંતુ ફુ઼ડ સુરક્ષા બિલને લઇને હાલમાં તેઓ કોઇપણ પ્રકારની ટિપણી કરવાથી બચવા માંગે છે.












Click it and Unblock the Notifications
