• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી PM બનશે તો દેશની વિદેશનીતિ કેવી હશે?

|

ભાજપ દ્વારા પીએમ પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરવાની શક્યતા વધી ગઇ છે ત્યારથી દેશભરમાં નરેન્દ્ર મોદીના પીએમ બનવા અંગે બે ફાંટા પડી ગયા છે. દેશની સાથે વિદેશમાં પણ નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા કે નહીં તે અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

આ ચર્ચાઓની વચ્ચે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ચૂંટણીપ્રચારના શ્રીગણેશ હૈદરાબાદમાં સભાને સંબોધિત કરીને કરી દીધા છે.

આ સભામાં મોદીના ભાષણમાં કેન્દ્ર સરકારના પાકિસ્તાન પ્રત્યેના નરમ વલણની આકરી ટીકા જોવા મળી હતી. આ ભાષણ સાંભળ્યા બાદ એવો પ્રશ્ન ચોક્કસ થાય કે લોકસભા ચૂંટણી 2014માં એનડીએની જીત થાય અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો પાડોશી દેશ પાકિસ્તાનના શું હાલ કરશે? નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ કેવી હશે?

પાડોશી દેશોથી પરેશાન ભારત

પાડોશી દેશોથી પરેશાન ભારત

વર્તમાન સમયમાં ભારતને તેના ત્રણે પાડોશી દેશો પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ સાથે 36નો આંક ચાલી રહ્યો છે. પાકિસ્તાન અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમા પર તૈનાત ભારતીય લશ્કરના જવાનોનો ભોગ લઇ રહ્યું છે. ચીન ભારતની સીમામા ઘૂસી આવીને ભારતના વિસ્તાર પર પોતાનો કબ્જો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બાંગ્લાદેશના લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને અસમાજિક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પાડોશી રાષ્ટ્રો સાથે આકરું વલણ અખત્યાર કરવું જરૂરી બન્યું છે. તેની સામે વર્તમાન યુપીએ સરકાર નરમ વલણ અપનાવી રહી છે. જો નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રભક્ત નેતા PM હોય તો કેવું વલણ અપનાવે તે આવો જાણીએ...

મોદીએ પાક સાથે નરમ વલણ અંગે UPAની કરી ટીકા

આંધ્રપ્રદેશના પાટનગર હૈદરાબાદમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત તેલુગુ ભાષામાં બોલીને કરી હતી. આ ભાષણમાં તેમણે કેન્દ્રની વર્તમાન યુપીએ સરકારની વર્તમાન ગતિવિધીઓની આકરી ટીકા કરી હતી. તેમણે આ ભાષણમાં ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવનો મુદ્દે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારમાં પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા, આમ છતાં કેન્દ્રની યુપીએ સરકાર શા માટે નરમ વલણ અપનાવી રહી છે.

પાક સાથે વાતચીત કરો બંધ, શરૂ કરો પગલાં

પાક સાથે વાતચીત કરો બંધ, શરૂ કરો પગલાં

રવિવારે નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાષણ આપ્યું તે જ દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહે માંગણી કરી હતી કે વડાપ્રધાન મનમોહન સિંહને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના યોજાનારા સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે થનારી વાતચીત કરવાથી ઇનકાર કરી દેવો જોઇએ.

મોદીના ટાર્ગેટમાં પાકિસ્તાન ઉપરાંત ઘણી બાબતો

ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ તરીકે આપેલા પ્રથમ ભાષણમાં નરેન્દ્ર મોદી માત્ર પાકિસ્તાન મુદ્દા પુરતા સીમિત રહ્યા ન હતા. તેમણે તાજેતરમાં ચીને લદ્દાખમાં કરેલી ઘૂસણખોરીને પણ મુદ્દો બનાવ્યો હતો. લદ્દાખ મુદ્દે કેન્દ્ર સરકારની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે તાજેતરમાં બીજિંગની યાત્રા પરથી પાછા ફરેલા વિદેશમંત્રી સલમાન ખુર્શીદની પણ ઝાટકણી કાઢી હતી.

સોનિયા ગાંધીથી ઇટાલી સુધીના મુદ્દા ઉઠાવ્યા

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. સોનિયા ગાંધી પર સીધા આરોપ લગાવતા તેમણે ઇટાલીના નાવિકોના સંદર્ભમાં કેન્દ્ર સરકારને સાણસામાં લીધી હતી. આ ઇટાલિયન સૈનિકો પર ભારતીય માછીમારોની હત્યાનો આરોપ છે. આમ છતાં શા માટે તેમને જમાનત પર છોડી દેવામાં આવ્યા અને ઇટાલી પાછા જવાની અનુમતિ આપવામાં આવી.

મોદીનું બહુહેતુક ભાષણ શું સૂચવે છે?

મોદીનું બહુહેતુક ભાષણ શું સૂચવે છે?

નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં આપેલા ભાષણનું વિશ્લેષ કરવામાં આવે તો એક રાષ્ટ્રીય નેતા તરીકે તેમનો ભારત પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેઓ ભારતનો વિકાસ કરવા ઇચ્છે છે અને ભારતના વિકાસ અને પ્રતિષ્ઠાના માર્ગમાં આવતા અવરોધોને કોઇ પણ ભોગે દૂર કરવાની ભાવના જોવા મળે છે. તેઓ પાકિસ્તાન કે ચીન જેવા દેશો સાથે 'લાતોં કે ભૂત બાતો સે નહીં માનતે'ની કહેવતની જેમ અત્યાર સુધી શાંતિથી વાતચીતનો માર્ગ અપનાવી જોયા બાદ હવે જેવા સાથે તેવા બનીને કામ કરવા માંગે છે.

નરેન્દ્ર મોદી છે પાર્ટીની નીતિઓનો અવાજ

નરેન્દ્ર મોદી છે પાર્ટીની નીતિઓનો અવાજ

નરેન્દ્ર મોદી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે અને આ કારણ તેઓ ભાજપનો અવાજ છે. ભાજપે રાષ્ટ્રવિરોધી અનેક બાબતો માટે વર્તમાન યુપીએ સરકારની ટીકા કરી છે. હવે જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે ત્યારે નરેન્દ્ર મોદી પાર્ટીના વલણ પર આગળ વધે એવી શક્યતા છે. ભારતની વિદેશ નીતિમાં કાળા ધનને ભારતમાં પાછું લાવવાના પ્રયાસોને પણ જોઇ શકાય એમ છે.

અમેરિકા સાથેનું વલણ કેવું રહેશે?

અમેરિકા સાથેનું વલણ કેવું રહેશે?

નરેન્દ્ર મોદી PM બને તો તેમની વિદેશ નીતિ કેવી રહેશે તે અંગે વાત થઇ રહી છે ત્યારે અત્યાર સુધી નરેન્દ્ર મોદીને વિઝા નહીં આપનાર અમેરિકા સાથેના સંબંધોનો મુદ્દો પણ ઉપસ્થિત થાય છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથેના સંબંધો અંગે સીધે સીધી વાત કરી નથી. જો કે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકાએ દાખવેલા વલણ અને ગુજરાતે આપેલા આવકારને જોતા આ સંબંધો વધારે ગાઢ બને તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં.

ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાનું સપનું

ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાનું સપનું

નરેન્દ્ર મોદીના મુદ્દાઓ પરથી સ્પષ્ટ રીતે તારવી શકાય કે તેમનું વિઝન ભારતને વિશ્વમાં વિકાસની બાબતે નંબર વનના સ્થાને પહોંચાડવાનું છે. તેમની આ વાતને આંધ્રની જનતાએ દિલથી સ્વીકારી હતી. તેના આધારે કહી શકાય કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો વિદેશનીતિ રાષ્ટ્ર હિતમાં હશે.

સૌને સાથે લઇને ચાલવાની નીતિ

સૌને સાથે લઇને ચાલવાની નીતિ

નરેન્દ્ર મોદી સૌને સાથે લઇને વિકાસની રાહ પર ચાલવા માંગે છે. તેમણે ગુજરાત માટે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર આપ્યું હતું. તેઓ દેશ માટે પણ આ બાબત દોહરાવવા માંગે છે. તેમણે હૈદરાબાદની સભામાં 'વી કેન ડુ' કહીને લોકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

English summary
If Narendra Modi will be PM; how will nation's foreign policy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more