...તો શું મોદી PM બનતા બદલાઈ જશે સેક્યુલરિઝ્મની વ્યાખ્યા?

By Bhumishi
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી 2014નું નામ સુધ્ધા લેવાતું ન હતું ત્યારે પણ એક નામ તો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હતું જ. આ નામ છે નરેન્દ્ર મોદી. ગુજરાતના નરેન્દ્ર મોદી અને લોકસભા ચૂંટણી 2014ને જોડીને તો છેલ્લા એક જ વર્ષથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ નરેન્દ્ર મોદી સેક્યુલર નથી, કોમવાદી અને કટ્ટર હિન્દુત્વવાદી છે તેવી બૂમરાણ દેશના કહેવાતા સેક્યુલારિસ્ટો છેલ્લા 10 વર્ષથી મચાવી રહ્યા છે.

બિનસાંપ્રદાયિકતાનો ઝંડો લઇને ફરતા આગેવાનોની બોલતી બંધ કરવા માટે નરેન્દ્ર મોદીએ તેમને જવાબ આપવાનું શરૂ કર્યું, સેક્યુલારિસ્ટો ચૂપ ના થયા, તેમની સામે બોલવાનું શરૂ કર્યું, સેક્યુલારિસ્ટો ચૂપ ના થયા, નરેન્દ્ર મોદીએ પોતાની છબી સેક્યુલારિસ્ટની છે તેમ બતાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ભડક્યા પણ બોલતી બંધ ના કરી.

હવે નરેન્દ્ર મોદી બિનસાંપ્રદાયિકતાના મુદ્દે ચૂપ છે ત્યારે પણ તેઓ કાગારોળ કરી રહ્યા છે. આવા સમયે એવો વિચાર ચોક્કસ આવે કે જો નરેન્દ્ર મોદી સહિત ભાજપ ચૂંટણીઓમાં જીતીને નોંધપાત્ર બેઠકો પર વિજય પતાકા લહેરાવશે, ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર રચાશે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો તેનો અર્થ એવો થશે કે દેશની જનતાએ તેમની સેક્યુલર તરીકેની છબીને સ્વીકારીને મત આપ્યા છે. આથી સેક્યુલારિસ્ટો પણ તેમને સેક્યુલર તરીકે સ્વીકારી લેશે કે નહીં તે એક પ્રશ્ન છે.

મોદીની સરકાર, સેક્યુલર સરકાર?

મોદીની સરકાર, સેક્યુલર સરકાર?


સમગ્ર બાબત ગૂંચવાયેલી અને એક બીજા સાથે પરસ્પર સંકળાયેલી છે. આ કારણે 2002ના ગોધરા રમખાણોને લીધે સાંપ્રદાયિક નેતાની છબી ધરાવતા નરેન્દ્ર મોદીને લાગી રહ્યું છે તેટલી ઝડપથી બિનસાંપ્રદાયિક નેતાનું લેબલ મળી શકશે નહીં. જો તમામ ચર્ચાઓ કરવી હોય તો સરકાર બનાવવા પર વાત અટકે છે. આથી ચર્ચા સરકાર બનાવવાથી જ શરૂ કરવી પડશે...

મિશન 272

મિશન 272


નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે બહુમતીની જરૂર રહેશે. લોકસભાની 543 બેઠકોમાં બહુમતી મેળવવા માટે 272 બેઠકોની જરૂર છે. 272નો જાદુઇ આંક ભાજપ એકલા હાથે જીતી શકે એમ નથી. કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રાદેશિક સ્તરે નવા રાજકીય પક્ષો રચાયા છે. જેના કારણે ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત વિભાજન થશે. જેના કારણે કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતીની શક્યતા નહીવત બની જાય છે. આવી સ્થિતિમાં શું નરેન્દ્ર મોદી પીએમ નહીં બની શકે?

જીત મેળવવા એનડીએની સ્થિતિ કેવી છે?

જીત મેળવવા એનડીએની સ્થિતિ કેવી છે?


જ્યારે ભાજપ એકલે હાથે સરકાર રચવા અક્ષમ બને છે ત્યારે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સપોર્ટની વાત આવે છે. અહીં પ્રશ્ન એ છે કે સત્તાની લાલસામાં રાજકીય સંગઠનમાં અવરજવરનો સિલસિલો ચાલુ જ રહે છે. એનડીએના ગણિતની વાત કરીએ તો એનડીએના મૂળ માળખામાંથી છેલ્લા એકથી બે વર્ષમાં 19 નાના મોટા પક્ષો છૂટા થયા છે. બીજી તરફ છેલ્લા એક બે વર્ષમાં નવા પક્ષો સામેલ પણ થયા છે. 2009માં એનડીએમાં કુલ 11 પક્ષો હતા, જ્યારે 2014માં એનડીએ વિવિધ 27 પક્ષોનું સંગઠન બન્યું છે. જેના આધારે એનડીએના 141 સભ્યો લોકસભામાં છે.

એનડીએમાં નવા પક્ષો જોડાશે

એનડીએમાં નવા પક્ષો જોડાશે


આ વખતે ચૂંટણીમાં ભાજપને સારા મતો મળશે. એનડીએના સભ્ય પક્ષોને પણ જીત મળશે તો આપોઆપ નાના પક્ષો અને અપક્ષોનો સાથ સરકાર બનાવવામાં મળશે. એક અંદાજ મુજબ કોઇ પણ સરકાર હોય સરેરાશ 50થી 60 અપક્ષો અથવા નાના પક્ષોમાંથી આવેલા સાંસદો સરકાર બનાવવા માટે સમર્થન આપતા હોય છે. આમ થશે તો ચોક્કસ એનડીએની સરકાર રચાશે અને નરેન્દ્ર મોદી પીએમ બનશે.

મુસ્લિમ મતો મહત્વના ગણાશે

મુસ્લિમ મતો મહત્વના ગણાશે


આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એક સેક્યુલર નેતા તરીકે પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેમની મુલાકાતો અને કાર્યક્રમો પણ મુસ્લિમ તરફી હોવાનું સ્પષ્ટ દેખાય છે. જેના આધારે નરેન્દ્ર મોદી અને ભાજપની જીતમાં મુસ્લિમ મતો પણ મહત્વના ગણાશે. જો મોદી તેમના મતોથી જીતે છે તો લઘુમતી કોમોએ તેમનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત થશે. જે તેમની નવી સેક્યુલર છબીને આપો આપ સાબિત કરે છે.

સેક્યુલરિસ્ટો માટે સેક્યુલર બની જશે

સેક્યુલરિસ્ટો માટે સેક્યુલર બની જશે


ચૂંટણીનું ચક્કર જીતીને પીએમ બન્યા બાદ સેક્યુલારિસ્ટોએ જાહેરમાં નહીં તો ખાનગીમાં પણ સ્વીકાર કરવો પડશે કે નરેન્દ્ર મોદી બિનસાંપ્રદાયિક નેતાની છબી ધરાવે છે. કારણ કે તેમ ના હોય તો હિન્દુઓ સિવાયના મતો તેમને મળી જ ના શકે.

અમેરિકી સેક્યુલર તરીકે સ્વીકારી વિઝા આપશે

અમેરિકી સેક્યુલર તરીકે સ્વીકારી વિઝા આપશે


મોદી સેક્યુલર છબી હોવાનું સાબિત કરવામાં સફળ થાય તો પ્રશ્ન એ છે કે અમેરિકા તેમને વિઝા આપશે કે નહીં. કારણ કે અત્યાર સુધી કટ્ટર હિન્દુત્વવાદી નેતાની છબીને કારણે અમેરિકાએ તેમને વીઝા આપ્યો ન હતો.

મોદી પીએમ ના બન્યા તો?

મોદી પીએમ ના બન્યા તો?


જો આ બધા જ વિચારો ખોટા પડ્યા, એનડીએની સરકાર ના બની, મોદી પીએમ ના બન્યા તો સેક્યુલારિસ્ટો ફરી તેમના પર સાંપ્રદાયિક હોવાના આક્ષેપો કરશે.નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પાછા આવીને સીએમ તરીકે વધારે મહેનત કરવી પડશે.

English summary
If BJP win elections 2014 and make government, will secularist accept Narendra Modi as secular?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X