• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં પોલીસે ટ્રાફિક નિયમ તોડશે તો જબલ દંડ વસૂલાશે

|

નવી દિલ્હીઃ દિલ્હીના પોલીસકર્મીઓમાં જોઈન્ટ પોલીસ કમિશ્નરના આદેશથી હડકંપ મચ્યો છે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જોઈન્ટ પોલીસ કમિશઅનર મીનૂ ચૌધરીએ નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ પોલીસવાળાઓ માટે એક ખાસ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અંતર્ગત તમામ પોલીસકર્મીઓને સખ્ત સૂચના આપવામાં આવી છે કે તેઓ નવા ટ્રાફિક નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે. આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પોલીસકર્મી ટ્રાફિક રૂલ તોડતાં પકડાશે તો તેણે સામાન્ય નાગરિકોથી ડબલ દંડ ભરવો પડશે. આવા પ્રકારનું પ્રાવધાન નવા કાનૂનમાં જ આપવામાં આવ્યું છે કે નિયમ તોડતા કોઈ પકડાય તો તેણે વધુ દંડ ચૂકવવો પડશે.

પોલીસે ડબલ દંડ ચૂકવવો પડશે

પોલીસે ડબલ દંડ ચૂકવવો પડશે

દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશ્નર મીનૂ ચૌધરીના આદેશ મુજબ ડ્યૂટી દરિયાન પોલીસવાળા ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે ખાસ સચેત રહેવા આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે જે પોલીસકર્મી ટ્રાફિક નિયમો તોડતા પકડાશે તેનાપર ડબલ દંડ ફટકારવામાં આવશે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઈ રહી હતી જેમાં ખુદ પોલીસવાળાઓએ હેલમેટ નહોતા પહેર્યા. જણાવી દઈએ કે ગત 3-4 મહિનામાં ટ્રાફિક રૂલ તોડવા પર દિલ્હી-એનસીઆર સહિત દેશ ભરમાંથી ભારે-ભરકમ ચાલાનના મામલા સામે આવી રહ્યા છે. ગુડગાંવમાં એક સ્કૂટીનું 23000 રૂપિયાનું ચાલાન કાપવામાં આવ્યું તો એક ઓટોવાળા પર 32000 રૂપિયાનો ફાઈન લગાવવામાં આવ્યો.

દંડ વસૂલવા પર વધુ સખ્ત છે કાનૂન

દંડ વસૂલવા પર વધુ સખ્ત છે કાનૂન

મોટર વ્હીકલ એક્ટ, 2019ના સેક્શન 210બી અંતર્ગત આ વ્યવસ્થા છે કે જેના પર આ કાનૂન અમલ કરવાની જવાબદારી છે, જ્યારે નિયમના ઉલ્લંઘનના દોષી સાબિત થયા તો તેના પર સામાન્ય નાગરિકોથી વધુ દંડ ફટકારાશે. આ નિયમ આ કાનૂન પર અમલ કરાવનાર તમામ એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ લાગૂ થશે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ, ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીના લોકોની હોય છે. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કેમ કે કેટલીયવાર આ લોકોને જ ટ્રાફિક નિયમો તોડતા દેખાયા છે, જેનાથી સામાન્ય નાગરિકોમાં પણ ખોટો સંદેશ જાય છે. કદાચ આ કારણે જ દિલ્હીની જોઈન્ટ પોલીસ કમિશઅનરે રાજધાનીઆમાં આને સખ્તીથી લાગૂ કરવાનો ફેસલો કર્યો.

ટ્રાફિક નિયમ બહુ સખ્ત થયો

ટ્રાફિક નિયમ બહુ સખ્ત થયો

ઉલ્લેખનીય છે કે સંસદથી ગત જૂલાઈમાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ, 2019 પાસ થયું છે. બદલા કાનૂનમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે કાનૂનને બહુ સખ્ત કરી દેવામાં આવ્યો છે અને ઉલ્લંઘન માટે ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. નવા કાનૂન અંતર્ગત વધુપડતા ટ્રાફિક ઉલ્લંઘન માટે પહેલા વર્ષે દંડની રાશિ 1000 રૂપિયા ફિક્સ કરી દેવામા આવી છે જેને દર વર્ષે 10 ટકા વધારી શકાય છે. જ્યારે દારૂ પીને વાહન ચલાવવા અને એમ્બ્યુલન્સ જેવા આપાતકાલીન વાહનોનો રસ્તો રોકવા માટે 10,000 રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવ્યો છે. કેટલાક મામલાઓમાં દંડની સાથોસાથ જેલ અને લાઈસેન્સ જપ્ત થવાનું પ્રાવધાન પણ છે.

PUBGની એવી લત લાગી કે મમ્મી પર હુમલો કર્યો, એક સમયે મેરિટમાં આવ્યું હતું નામ અને હવે 7માં ફેલ

English summary
If police break traffic rules in Delhi, a fines will be double
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X