For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ સસ્તી હતી તો 126ને બદલે 26 વિમાન જ કેમ ખરીદ્યાં?: એન્ટની

પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું કે જ્યારે ડીલ સસ્તામાં થઈ રહી હતી તો 126ને બદલે માત્ર 36 રાફેલ જ કેમ ખરીદ્યાં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈને કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ પ્રહારો કર્યા છે. પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું કે જ્યારે ડીલ સસ્તામાં થઈ રહી હતી તો 126ને બદલે માત્ર 36 રાફેલ જ કેમ ખરીદ્યાં? રાફીલ ડીલના મુદ્દા પર કોંગ્રેસે મંગળવારે સાંજે ચાર વાગ્યે મોટો ખુલાસો કરવાનો પણ દાવો કર્યો છે.

126 રાફેલ ખરીદવાના પ્રસ્તાવને કેમ ઘટાડ્યો?

126 રાફેલ ખરીદવાના પ્રસ્તાવને કેમ ઘટાડ્યો?

રાફેલના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરતા સરકારને પૂછ્યું કે 126 રાફેલ ખરીદવાના પ્રસ્તાવને ઘટાડીને 36 સુધી જ કેમ સિમિત કરી દીધાં? એમણે કહ્યું કે યૂપીએ સરકારના આખરી દિવસોમાં જ રાફેલ કરાર લગભગ પૂરો થઈ ગયો હતો. પરંતુ જ્યારે 2014માં એનડીએ સરકાર અસ્તિત્વમાં આવી, ત્યારે 10 એપ્રિલ 2015ના રોજ રાફેલ વિમાન રાફેલ વિમાન એકતરફી ખરીદવાનો ફેસલો કરી લીધો. એમણે કહ્યું કે પીએમ મોદીએ જણાવવું જોઈએ, જ્યારે એરફોર્સે 126 વિમાન માંગ્યાં હતાં તો તેને ઘટાડીને 36 કેમ કરી દીધાં?

દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી

દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી

એન્ટનીએ એનડી સરકાર પર હુમલો કરતા કહ્યું કે યુપીએની ડીલને સમાપ્ત કરવામાં ન આવત તો HALને અત્યાધુનિક ટેક્નિક મેળવવાનો મોકો મળી શકત જે ભારતે હવે ગુમાવી દીધો. એમણે કહ્યું કે હવે ફાઈટર વિમાન બનાવવાનો અનુભવ નહી મળી શકે. ઉપરાંત આરોપ લગાવતા કહ્યું કે રાફેલ ડીલમાં દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી છે.

મોદી પર પ્રહાર કર્યો

મોદી પર પ્રહાર કર્યો

એકે એન્ટનીએ કહ્યું કે કોંગ્રેસની સ્પષ્ટ માગણી છે કે જેપીસી આ ડીલની તપાસ કરે. HAL સારો એવો પ્રોફિટ કરતી કંપની હતી પણ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કંપની વિવિધ બેંકો પાસેથી હજારો કરોડની લોન લેવા મજબૂર થઈ ગઈ. એમણે કહ્યું કે કાયદા મંત્રી આ ડીલને 9 ટકા સસ્તી ગણાવી રહ્યા છે, નાણા મંત્રી આ ડીલને 20 ટકા સસ્તી ગણાવી રહ્યા છે અને વાયુસેનાના અધિકારીઓ આ ડીલને 40 ટકા સસ્તી ગણાવી રહ્યા છે, તો પછી 126 રાફેલ કેમ ન ખરીદ્યાં?

ગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂન ગળે મળ્યા બે કોરિયાઈ નેતાઃ જાણો આ વખતે શું ઈચ્છે છે કિમ અને મૂન

English summary
AK Antony attacks modi government on rafale deal, says why govt buying onle 36 aircraft.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X