MP election 2023 : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જીતી તો આ નેતાઓ કરી શકે છે ગદ્દારી, જાણો શું કહ્યું દિગ્વિજય સિંહે?
2018 માં ચૂંટણી જીતીને પણ સત્તાથી દુર પહેલી કોંગ્રેસ આ વખતે પહેલાથી જ સાવધાન જોવા મળી રહી છે. દિગ્વિજય સિંહે હાલમાં જ કેટલાક મહત્વના સંકેત આપ્યા છે.
મધ્યપ્રદેશમાં સત્તા મેળવીને પણ સરકાર ન ચલાવી શકનારી કોંગ્રેસ આ ખરાબ સ્વપ્નને કોઈપણ રીકે દોહરાવવા નહીં ઈચ્છે અને એટલે જ સતર્ક જોવા મળી રહી છે.

મધ્ય પ્રદેશની 230 બેઠકો પર ઈવીએમમાં કેદ થયેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય રવિવારે થઈ જશે. આના એક દિવસ પહેલા જ્યારે પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને આ સવાલ પૂછવામાં આવ્યો કે શું આ વખતે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગખતરો છે? તો તેણે જોરદાર પ્રતિક્રિયા આપી છે.
બીજેપી દ્વારા તોડફોડ કરવા મુદ્દે દિગ્વિજય સિંહે કહ્યું કે, અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે આગળ કહ્યું કેસ હવે અમારી પાસે કોઈ સિંધિયા બચ્યા નથી. તેથી કોઈ દેશદ્રોહી નથી. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે ઘણી એજન્સીઓના એક્ઝિટ પોલ અગાઉના પરિણામો આસપાસ જ છે.
આ સ્થિતીમાં બીજેપી-કોંગ્રેસ બંને પક્ષોની બેઠકોની સંખ્યા પૂર્ણ બહુમતીની નજીક રહે તો બીજેપી દ્વારા તોડફોટની પુરી સંભાવના છે. બીજેપીએ છેલ્લી વખતની જેમ રાજરમત રમી શકે છે. જો કે બીજેપી પહેલેથી જ સંપૂર્ણ બહુમતીનો દાવો કરી રહી છે. કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. બંનેના દાવા વચ્ચે માત્ર સીટોની સંખ્યાનો તફાવત છે.
આ ચૂંટણીમાં જે લોકો બંને પક્ષોથી નારાજ છે અને અપક્ષ તરીકે અથવા BSP, SP, AAPમાંથી ચૂંટણી લડ્યા છે તેમનો તેમની જીતનો આંકડો ડબલ આંકડા સુધી પહોંચે છે, તો તેઓ કોઈપણ સંજોગોમાં સરકાર હલાવી શકે છે.












Click it and Unblock the Notifications
