Loksabha Election 2024 : આજે લોકસભા ચૂંટણી થાય તો ઝારખંડમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળે? જાણો લેટેસ્ટ સર્વે
દેશમાં ધીરે ધીરે રાજનીતિ લોકસભા ચૂંટણી આસપાસ કેન્દ્રિત થઈ રહી છે ત્યારે એક પછી એક ઓપિનિયન પોલ પણ સામે આવી રહ્યા છે. આ ક્રમમાં ઈન્ડિયા ટુડેનો લેટેસ્ટ પોલ સામે આવ્યો છે.
ઈન્ડિયા ગઠબંધનના ભંગાણ વચ્ચે કેટલાક રાજ્યોમાં બીજેપી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તેને તેના વિરોધીઓ તરફથી જોરદાર પડકાર મળી શકે છે.

ઝારખંડ એક એવું રાજ્ય છે જેમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા આ પ્રાંતમાં તાજેતરમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાયો છે. મની લોન્ડરિંગ કેસના કારણે હેમંત સોરેને રાજીનામું આપવું પડ્યું અને ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે.
કોંગ્રેસ આ રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા સરકારમાં સહયોગી છે. જો આજે અહીં લોકસભાની ચૂંટણી યોજાય તો શું સ્થિતી થશે તે એક મહત્વનો સવાલ છે.
આ પ્રશ્નનો જવાબ જાણવા ઈન્ડિયા ટુડે અને CVoter એ સાથે મળીને મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધર્યો હતો. આમાં લોકોએ ભાગ લીધો અને ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. તમને જણાવી દઈએ કે ઝારખંડમાં લોકસભાની 14 સીટો છે.
સર્વેમાં એનડીએને 12 અને ઈન્ડિયા એલાયન્સને 2 બેઠકો મળી રહી છે જ્યારે અન્યને શૂન્ય બેઠકો મળી રહી છે. જે મહાગઠબંધન માટે મોટો પડકાર છે. જણાવી દઈએ કે, આ સર્વે સંપૂર્ણપણે વાતચીતના આધારે કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, હાલમાં જ ઝારખંડમાં હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ છે અને સત્તા ચંપાઈ સોરેનને સોંપાઈ છે. હેમંત સોરેન બીજેપી સામે બાથ ભીડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
