અમે સત્તામાં આવીશું તો ઇન્કમટેક્સવાળાને બચાવવા સોનિયા નહીં આવે : નીતિન ગડકરી

નાગપુરમાં એક સભાને સંબોધન કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે "જો કેન્દ્રની સત્તામાં ભાજપની સરકાર આવી તો આવકવેરા અધિકારીઓને બચાવવા માટે સોનિયા ગાંધી અને પી ચિદમ્બરમ નહીં આવે."
આ ધમકી આપતા ગડકરીના શબ્દો હતા કે "હું પણ મર્દ માણસ છું... હવે ભાજપનો પ્રેસિડન્ટ પણ રહ્યો નથી કે મર્યાદાઓમાં બંધાઇ રહું... મને ખબર છે કે નાગપુર અને મુંબઇમાં બેસીને સીબીઆઇના અધિકારીઓ શું કરી રહ્યા છે... મારી અને પાર્ટીની સાથે સહાનુભૂતિ રાખનારા ઓફિસર પણ છે... તેમણે (ઇન્કમટેક્સ અધિકારી) યાદ રાખવું જોઇએ કે અમારી સરકાર આવી તો તેમને સોનિયા અને ચિદમ્બરમ બચાવવા માટે નહીં આવે."
ગડકરીએ કોંગ્રેસ ઉપર પણ આરોપ લગાવ્યો કે સીબીઆઇની જેમ આવકવેરા વિભાગનો પણ કોંગ્રેસ બેરોકટોક ઉપયોગ કરે છે અને ચૂંક સમયમાં તેની નૌકા ડૂબવાની છે.
આ ઉપરાંત ગડકરીએ કોંગ્રેસ પર પોતાને ફસાવવાનો આરોપ લગાવતા પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું કે તેઓ પણ કોંગ્રેસીઓના ભ્રષ્ટાચારને બેનકાબ કરશે. ભાજપ અધ્યક્ષપદથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર નાગપુર પહોંચ્યા હતા. નાગપુરમાં તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
