થૂક લગાવીને નોટ ગણશો તો તમને થઇ શકે છે આ બિમારી

નોટો પર વિવિધ પ્રકારના કીટાણુ કે ફંગસ લાગેલા હોય છે. જેનાથી બિમારીની સંભાવના વધી જાય છે...

નોટબંધી દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં પોતાની જૂની નોટો બેંકોમાં જમા કરાવી. આ દરમિયાન એવા કેટલાક કેસ સામે આવ્યા જેમાં લોકો બીમાર પડી રહ્યા છે. આવા કેસોમાં બેંકના કર્મચારીઓની સંખ્યા વધુ છે.

note

નોટબંધી દરમિયાન વધુ એક ખતરો

ડોક્ટરોના જણાવ્યા અનુસાર બીમાર લોકોમાં મોટાભાગના બેંક કર્મચારીઓ છે. ઘણા બેંક કર્મચારીઓ નોટો ગણવા માટે થૂકનો ઉપયોગ કરે છે જેના કારણે તેમને આ બીમારી થઇ રહી છે. ડોક્ટરોનું કહેવુ છે કે નોટબંધી દરમિયાન ઘણા લોકો જૂની નોટો લઇને બેંક જઇ રહ્યા છે. આ નોટો પર વિવિધ પ્રકારના કીટાણુ કે ફંગસ લાગેલા હોય છે. જેના કારણે લોકોને વિવિધ બીમારીઓ થઇ રહી છે. જેમાં શરદી, તાવ કે છીંક આવવા જેવી બીમારીઓ સંકળાયેલી છે. ડોક્ટરોનું કહેવુ છે કે કેટલાક લોકો પોતાના થૂકથી નોટો ગણે છે. તેમણે આમ ન કરવુ જોઇએ. આનાથી ઇંફેક્શન થવાની સંભાવના વધી જાય છે. જેનાથી ઘણી બીમારીઓ થઇ શકે છે.

ફંગસ કે કીટાણુઓ

જૂની નોટોમાં ફંગસ કે કીટાણુઓને કારણે થઇ રહી છે બીમારીઓ આ ઉપરાંત નોટબંધી વચ્ચે લોકો એટીએમ કે બેંકોની લાઇનમાં પણ ઉભા રહે છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે પણ ઘણી બીમારીઓનો ખતરો છે. આનાથી બચવા માટે લોકોએ પોતાની સુરક્ષા માટે અમુક સાવચેતી રાખવી જોઇએ.

સાવચેતી

જો તમે બેંક કે એટીએમની લાઇનમાં ઉભા છો તો માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. નોટો ગણતી વખતે આંગળી મોઢામાં ન નાખવી જોઇએ. આ ઉપરાંત કંઇ પણ ખાતા પહેલા હાથ ધોવા જોઇએ. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બહારથી ઘરે પાછા આવ્યા બાદ વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઇએ. ઇંફેક્શનથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. આનાથી બચવુ જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X