IMના 12 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના ફોટા જાહેર સ્થળોએ મૂકાશે
મુંબઇ, 3 ઓગસ્ટ : દેશમાં વિવિધ વિસ્તારોમાં ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ રહેલા ઇન્ડિયન મુઝાહિદ્દીનના ૧૨ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના ફોટાઓ ટૂંક સમયમાં જાહેર સ્થળો જેવા કે રોડ, જંકશનો અને મુંબઇ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં મૂકવામાં આવશે.
આ બાબત અંગે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા જરૂરી સૂચનાઓ દેશભરના તમામ પોલીસ કમિશ્નરોને આપવામાં આવી છે. એનઆઇએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઇન્ડિયન મુઝાહિદ્દીનના શખ્સો અંગે અથવા તો તેમના અડ્ડાઓ અંગે માહિતી આપનારને રૂપિયા 10 લાખનું ઇનામ આપવામાં આવશે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના 12 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ અંગે મહારાષ્ટ્ર એટીએસના વડા રાકેશ મારિયાએ કહ્યું કે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં થયેલા બ્લાસ્ટમાં સામેલ રહેલા ઇન્ડિયન મુઝાહિદ્દીનના ચાર આતંકવાદીઓના ફોટાઓ આ જ રીતે જાહેર કરવામાં આવ્યા હતા. દેશભરના જુદા-જુદા ભાગોમાં છેલ્લા ઘણા સમયમાં થયેલા બ્લાસ્ટમાં સંડોવણી બદલ એનઆઇએ દ્વારા આઇએમમાં 12 સભ્યો વોન્ટેડ રહ્યા છે.
તારીખ 26મી જુલાઇના દિવસે પરિપત્ર જાહેર કરીને આ અંગેની સૂચના જાહેર કરવામાં આવી હતી. આ 12 આતંકવાદીઓ પૈકી કુખ્યાત આતંકવાદી ભટકલ બંધુઓ એક સમયે કુર્લામાં રહેતા હતા. પરંતુ તેમની ધરપકડ કરાશે તેવી બાતમી મળી ગયા બાદ ફરાર થઇ ગયા હતા.
એનઆઇએના અધિકારીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ આ આતંકવાદી સંગઠનોને મોટો ફટકો પડયો હતો. જેથી આગામી યોજનાને અંજામ આપવામાં તેમને બે વર્ષનો સમય લાગી ગયો હતો. ઇન્ડિયન મુઝાહિદ્દીને બાટલા હાઉસ બાદ ફેબ્રુઆરી 2010માં જર્મન બેકરી બ્લાસ્ટ કર્યા હતા.
મોસ્ટ વોન્ટેડ નામોની યાદી
1 - અહેમદ સિદ્દિ બપા ઉર્ફે યાસિન(કર્ણાટક)
2 - મહોમ્મદ રિયાઝ ઉર્ફે ભટ્ટકલ(કર્ણાટક)
3 - મહોમ્મદ ઇકબાલ ઉર્ફે ઇકબાલ ભટ્ટકલ(કર્ણાટક)
4 - મહોમ્મદ તહેસિન અખ્તર ઉર્ફે મોનુ(બિહાર)
5 - અમિરખાન ઉર્ફે પરવેજ(બિહાર)
6 - મોહસિન ચૌધરી(પૂણે)
7 - શાહનવાઝ અલમ(ઉત્તરપ્રદેશ)
8 - અસદઉલ્લા અખ્તર(ઉત્તરપ્રદેશ)
9 - આરિઝ ખાન(ઉત્તરપ્રદેશ)
10 - મહોમ્મદ સાજિદ(ઉત્તરપ્રદેશ)
11 - મહોમ્મદ ખાલિદ(ઉત્તરપ્રદેશ)
12 - વકાસ ઉર્ફે ડેનિયલ(ઉત્તરપ્રદેશ)
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
