કોલકત્તામાં ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે IMAની દેશવ્યાપી હડતાળ

કોલકત્તામાં જે રીતે ડૉક્ટરો સાથે મારપીટ થઈ હતી તે બાદ તમામ ડૉક્ટર્સ હડતાળ પર હતા. ડૉક્ટરો સાથે મારપીટના વિરાધમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશને પણ આજે એક દિવસની હડતાળનું એલાન કર્યુ છે.

કોલકત્તામાં જે રીતે ડૉક્ટરો સાથે મારપીટ થઈ હતી તે બાદ તમામ ડૉક્ટર્સ હડતાળ પર હતા. ડૉક્ટરો સાથે મારપીટના વિરાધમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશને પણ આજે એક દિવસની હડતાળનું એલાન કર્યુ છે. પરંતુ આ હડતાળમાં એમ્સના ડૉક્ટર્સ શામેલ નહિ થાય. એમ્સના ડૉક્ટર આજે 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી પોતાનું વિરોધ પ્રદર્શન કર। એમ્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે કોલકત્તામાં જે થયુ છે તેના પર તેમની નજર છે અને તેમને આસા છે કે ડૉક્ટરોની માંગને સરકાર માની લેશે.

doctors

તમને જણાવી દઈએ કે આજે બપોરે ત્રણ વાગે તમામ પ્રદર્શનકારી ડૉક્ટરોની મમતા બેનર્જી સાથે મુલાકાત થશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મમતા બેનર્જીને 14 કોલેજોના પ્રતિનિધિ છાત્રો મુલાકાત કરશે. જોવાની વાત એ છે કે મીડિયાને અહીં આવવાની અનુમતિ આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમા જૂનિયર ડૉક્ટરો સાથે થયેલી કથિત મારપીટના વિરોધમાં દિલ્લી સ્થિત એમ્સના રેસિડન્ટ ડૉક્ટર્સે 17 જૂનના રોજ હડતાળ પર જવાનું એલાન કર્યુ હતુ પરંતુ રાહતની વાત એ છે કે એમ્સના ડૉક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે. તે આજે 9 વાગ્યાથી કામ પર પાછા આવે. આ અંગે એમ્સ પ્રશાસન તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. આ ડૉક્ટર્સ 14 જૂનથી પશ્ચિમ બંગાળના ડૉક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં હડતાળ પર હતા.

ઉલ્લેખનીય છે કે આજે દેશભરના ડૉકટર હડતાળ કરશે. આ દરમિયાન ઓપીડી સેવા પ્રભાવિત રહેશે. પરંતુ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) એ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ કે અમે હોસ્પિટલોમાં ડૉક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. આઈએમએ કહ્યુ છે કે અમે ઈચ્છીએ છીએ કે કોલકત્તામાં થયેલી હિંસાના આરોપીઓને સજા મળે. હોસ્પિટલોમાં હિસા સામે કેન્દ્રીય કાયદો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આઈએમએ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ કે 17 જૂનના રોજ આખા દેશમાં હડતાળ કરવામાં આવશે. આ દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X