• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Alert: ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, ચમોલીમાં સ્કૂલ-કોલેજ બંધ

|

નવી દિલ્હીઃ ભારતયી હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના નાસિક, કોલ્હાપુર, સતારા, મહાબલેશ્વર અને ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, દેહરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં ભારે વરસાદનો અલર્ટ ચાલુ કરવામાં આવ્યું છે, હવામાન વિભાગે કહ્યું કે અહીં પર આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે માટે ઉત્તરાખંડમાં 16 ઓગસ્ટ સુધી અલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સચેત રહેવા કહેવામાં આવ્યું છે, ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી આજે ચમોલી અને બાગેશ્વરીમાં બધી સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ

ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયોગ, અલ્મોઢા, પિથૌરાગઢ અને બાઘેશ્વરીમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. જ્યારે ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, દક્ષિણી છત્તીસગઢ, દક્ષિણી ઓરિસ્સા, પૂર્વોત્તર રાજ્યો અને આંધ્ર પ્રદેશના ઉત્તર તટીય ભાગોમાં હાળવાથી મધ્યમ વરસાદ અને ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને દક્ષિણી ગુજરાતની કેટલાક સ્થાનોએ હળવો વરસાદ થઈ શકે છે.

ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોનાં મોત

ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોનાં મોત

જણાવી દઈએ કે રાજ્યમાં તેજ વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયાં છે અને જન-જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જ્યારે ખાનગી એજન્સી સ્કાઈમેટ મુજબ બંગાળની ખાડીમાં એક નવા નિમ્ન દબાણને ક્ષેત્રને કારણે વિદર્ભમાં ફરીી મૉનસૂન સક્રિય છે માટે આજે વિદર્ભમાં મધ્યમ વરસાદની સાથે એક કે બે જગ્યામાં ભારે વરસાદ થઈ શકે છે.

કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આશંકા

કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આશંકા

એટલું જ નહિ એજન્સી મુજબ વરસાદની તીવ્રતા એકવાર ફરીથી કોંકણ અને ગોવાની સાથોસાથ મધ્ય મહારાષ્ટ્ર સહિત નાસિક, પુણે અને માલેગામ સુધી વધશે. આગામી 48 કલાક દરમિયાન અહીં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હીમાં વરસાદના અણસાર

દિલ્હીમાં વરસાદના અણસાર

આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે કર્ણાટમકાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે આજે દિલ્હીમાં પણ વરસાદના અણસાર છે અને તેજ હવાઓ ચાલી શકે છે.

દક્ષિણથી લઈ પશ્ચિમ ભારત સુધી પૂરનો કહેર, અત્યાર સુધીમાં 200થી વધુનાં મોત

English summary
IMD alert for heavy rain in maharashtra and uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more