છેવટે મહારાષ્ટ્ર પહોંચ્યુ ચોમાસુ, આજે આ રાજ્યમાં દઈ શકે દસ્તક, થશે રિમઝિમ વર્ષા
છેવટે મહારાષ્ટ્રવાસીઓની રાહ ખતમ થઈ અને ચોમાસાએ રાજ્યમાં દસ્તક દઈ દીધી છે. ગુરુવારે સાંજે તે કોલ્હાપુર પહોંચી ગયુ હતુ.
છેવટે મહારાષ્ટ્રવાસીઓની રાહ ખતમ થઈ અને ચોમાસાએ રાજ્યમાં દસ્તક દઈ દીધી છે. ગુરુવારે સાંજે તે કોલ્હાપુર પહોંચી ગયુ હતુ. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે તે બહુ જલ્દી સમગ્ર રાજ્યને કવર કરી લેશે તો વળી ગરમીથી ઝઝૂમી રહેલ ગ્રામવાસીઓ માટે આજે ખુશ ખબરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચોમાસુ ગોવામાં પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, 4-5 દિવસ બાદ તેના છત્તીસગઢ, ઓડિશા, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશમાં પહોંચવાની પણ આશા છે.

ચોમાસાએ બદલી ચાલ
તમને જણાવી દઈએ કે ચોમાસાએ આ વર્ષે કેરળમાં સાત જૂને પ્રવેશ કર્યો હતો કે જે પહેલેથી જ 7 દિવસ લેટ હતુ ત્યારબાદ ચક્રવાત ‘વાયુ' એ તેની ગતિને પ્રભાવિત કરી દીધી ત્યારબાદ તેની ચાલ વધુ ધીમી થઈ ગઈ.

અહીં થઈ રહી છે પ્રી-મોન્સુન વર્ષા
વળી, મધ્યપ્રદેશ સહિત અમુક પ્રદેશોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ગુરુવારે થયેલી પ્રી મોન્સુન વર્ષાએ હવામાન ખુશનુમા બનાવી દીધુ. ઓડિશામાં શુક્રવાર સુધી મોન્સુન પહોંચવાનું અનુમાન છે જ્યારે બિહારમાં આગામી 72 કલાકમાં મોનસુનનો પહેલો વરસાદ થઈ શકે છે.

ઓડિશામાં 10 દિવસ લેટ છે ચોમાસુ
જ્યારે વિભાગે કહ્યુ છે કે ઓડિશામાં 10 દિવસના વિલંબ સાથે ચોમાસુ પહોંચવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યુ છે જેના કારણે ચોમાસાનો રસ્તો સાફ થઈ શક્યો છે જ્યારે ગંજમ, ગજપતિ, પુરી, ખુર્દ, બાલાસોર, જગતસિંહપુર અને મયૂરભંજ જિલ્લાઓ સહિત ઘણા ભાગોમાં ગુરુવારે સવારથી જ ચોમાસા પહેલાનો વરસાદ થયો.

ચોમાસાના વરસાદમાં 44 ટકાનો ઘટાડો
ભારતીય હવામાન વિભાગ અનુસાર 12 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ચોમાસુ દેશમાં આટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. જ્યાં સામાન્ય રીતે આ સમય સુધી દેશના બે-તૃતીયાંશ ભાગ સુધી ચોમાસુ પહોંચી જાય છે, વળી, આ વખતે તે માત્ર 10-15 ટકા ભાગ સુધી પહોંચી શક્યુ છે જેના કારણે ચોમાસાના વરસાદમાં 44 ટકાનો ઘટાડો આવ્યો છે.

સાંજ સુધી અહીં પણ થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગે યુપીના ચિત્રકૂટ, ઔરૈયા, હમીરપુર, જાલોન, મહોબા, બાંદા, ફતેહપુર, કન્નૌજ અને રાજસ્થાનના અજમેર, અલવર, બાંસવાડા, બારાં, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, ડુંગરપુર, કોટા, પ્રતાપગઢ, રાજસમંદ, સવાઈમાધોપુર, સીકર, સિરોહી, ટોંક, ઉદયપુર, જાલોર, જોધપુર, નાગોર, પાલી, શ્રીગંગાનગર, દૌસા, ધૌલપુર, જયપુર, ઝાલાવાડ, ઝુંઝનુ, કરૌલી, બાડમેર, બીકાનેર, ચૂરુ, હનુમાનગઢ, જેસલમેરમાં આજે વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
