For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rain Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રમાંભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઘણા રાજ્યોમાં હાલમાં વરસાદે જોરદાર કહેર મચાવ્યો છે. વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રમાંભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગની ચેતવણી જાહેર થયા બાદ ઓડિશા સરકારે પાંચ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યા છે. સાથે આ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. વળી, ગુજરાતમાં પણ રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ રાજ્યોમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે.

rain

હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ એલર્ટ મુજબ આગામી બે કલાકમાં પૂર્વી દિલ્લી, મોદીનગર, ગાઝિયાબાદ, છપરૌલા, ફરીદાબાદ, પલવલ, સોહના, બિજનૌર, રૂડકી, જહાંગીરાબાદ, ગુલાવઠી, બુલંદશહર, અલીગઢ, અમરોહા, હાપુડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ઝડપી પવન સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે હિમાચલ અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં પણ આગામી અમુક કલાકોમાં વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદના કારણે ગુજરાતના વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન બેહાલ છે. વરસાદના કારણે રેલ અને હવાઈ સેવા પર પણ અસર પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશાના મલકાનગિરી, કોરાપુટ, નબરંગપુર, કાલાહાંડી અને નુઆપાડામાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની શકે છે. ઓડિશાના વિશેષ રાહત આયુક્ત(એસઆરસી)એ હવામાન વિભાગની ચેતવણી બાદ કલેક્ટરોને નિર્દેશ આપ્યા છે કે પોતાના જિલ્લામાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખે. મલકાનગિરી જિલ્લામાં ભારે વરસાદની આશંકાને જોતા આગામી બે દિવસો સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. મલકાનગિરીના ડીએમના જણાવ્યા મુજબ 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી જિલ્લાના બધી સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો બંધ રહેશે.

આ પણ વાંચોઃ 15 ઓગસ્ટે પીએમ મોદી કરશે મોટુ એલાન! દર મહિને મળશે 3000 રૂપિયાઆ પણ વાંચોઃ 15 ઓગસ્ટે પીએમ મોદી કરશે મોટુ એલાન! દર મહિને મળશે 3000 રૂપિયા

English summary
IMD Predicts Heavy Rains In Odisha, Maharashtra And Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X