આગામી 24 કલાકમાં આ 27 જિલ્લામાં ભારે વરસદની આશંકા, IMDએ અલર્ટ જાહેર કર્યું

આગામી 24 કલાકમાં આ 27 જિલ્લામાં ભારે વરસદની આશંકા, IMDએ અલર્ટ જાહેર કર્યું

ભોપાલઃ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશમાં આગામી 24 કલાકમાં 27 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જેમાના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના પણ છે. જેમાં ઈન્દોર, ધાર, અલીરાજપુર, હોશંગાબાદ, સીહોર, ગુના, ઉજ્જૈન, છિંદવાડા, હરદા, રાજગઢ, નીમચ, રતલામ, અશોકનગર, આગર, શ્યોપુરકલાં, બાલાઘાટ, અનૂપપુર, ડિંડોરી, વિદિશા, બડવાની, ખરગોન, ખંડવા, ઝાબુઆ, બુરહાનપુર, શાજાપુર, મંદસૌર અને સિવની સામેલ છે, જ્યારે ભોપાલમાં ઝરમર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પીકે શાહે જણાવ્યું કે પ્રદેશના તમામ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થશે.

ગુજરાતમાં મેઘતાંડવ

ગુજરાતમાં મેઘતાંડવ

સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થઈ છે. રાજકોટ અને વલસાડમાં તોફાની વરસાદ થયો. રાજકોટમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો. રાજકોટ સીવાય ગીર સોમનાથ બોટાદ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ઓલપાડ, ચીખલી, નવસારીમાં તોફાની વરસાદ થયો છે. જેના કારણે ચીખલીમાં કાવેરી નદી ગાંડી તૂર બની છે, જ્યારે ધ્રોલ ગામ સંપર્ક વિહોણું બન્યાના અહેવાલ છે. આ સાથે જ નવસારીની અંબિકા નદી પણ બે કાંઠે વહી રહી છે.

અહીં વરસાદ થઈ શકે છે

અહીં વરસાદ થઈ શકે છે

એટલું જ નહિ હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગમાં ભારેથી વધુ વરસાદ થવની સંભાવના જતાવી છે અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ભારેથી વધુ વરસાદ થઈ શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દક્ષણ કર્ણાટકના અમુક વિસ્તારો અને કોંકણ અને કોવામાં ભારે વરસાદ થઈ શકે છે.

કર્ણાટકના તટીય વિસ્તારોમાં વરસાદની આશંકા

કર્ણાટકના તટીય વિસ્તારોમાં વરસાદની આશંકા

ભારતીય હવામાન વિભાગે કર્ણાટકના તટીય વિસ્તારોમાં અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું છે કે 13 જુલાઈ સુધી અહીં ભારે વરસાદની આશંકા છે, એટલું જ નહિ ઝારખંડ અને ઓરિસ્સામાં આંધીની આશંકા છે.

અહીં પણ વાદળ વરસશે

અહીં પણ વાદળ વરસશે

અગાઉ હવામાન વિભાગે ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, પિથૌરાગઢ, ચમોલી, ટેહરી ગઢવાલ, પૌઢી ગઢવાલ, દેહરાદૂન અને હરિદ્વારમાં ભારેથી વધુ વરસાદની ચેતવણી જાહેર કરી છે જ્યારે આજ અને કાલ દિલ્હી-એનસીઆરમાં વરસાદના અણસાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X