આગામી કેટલીક કલાકોમાં અહિં થઈ શકે વરસાદ, IMDનું રેડ અલર્ટ

આગામી કેટલીક કલાકોમાં અહિં થઈ શકે વરસાદ, IMDનું રેડ અલર્ટ

નવી દિલ્હીઃ ફરી એકવાર કેરળ પર ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારતીય હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ અલર્ટ પણ જાહેર કરવમાં આવ્યું છે. કેરળના કેટલાક ભાગમાંથી 7 માછીમારો લાપતા થયા હોવાના અહેવાલ મળી રહયા છે. ભારે રસાદ બાદ ઈડુક્કી જિલ્લા સ્થિત કલ્લારકુટ્ટી બાંધનું શટર ખોલી દેવામાં આવ્યું છે. લાપતા થયેલ 7 માછીમારોમાંથી 3 કોલ્લમના નીન્દકારા અને ચાર તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિમજામના જણાવવામાં આવી રહ્યા છે. જો કે કેરળ અને લક્ષદ્વીપના તટ પર રહેતા માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી.

કેરળમાં રેડ અલર્ટ

કેરળમાં રેડ અલર્ટ

ઉત્તર પશ્ચિમથી 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવાઓ ચાલવાના કારણે માછીમારોને આવું કરવા કહેવામાં આવ્યું હતું, હાલ કેરળના સ્થાનિક અધિકારીઓએ રાજ્યમાં ભારે વરસાદને લઈ અલર્ટ જાહેર કર્યું છે, હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક દિવસ સુધી અલગ-અલગ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આશંકા છે.

અહીં પણ વરસાદનો ખતરો મંડાઈ રહ્યો છે

અહીં પણ વરસાદનો ખતરો મંડાઈ રહ્યો છે

જ્યારે એક દિવસ પહેલા ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના પણ કેટલાય જિલ્લા માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું હતું, વિભાગે કહ્યું હતું કે નાસિક, પુણે, કોલ્હાપુર, સતારા, આરંગાબાદ અને જાલના સહિત મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, એટલું જ નહિ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 2-3 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે અને આ કારણે તેમણે લોકોને નિર્દેશ આપ્યા હતા કે તેઓ વીકેન્ડ પર ઘાટ કે સમુદ્ર કાંઠે પિકનિક મનાવવા ન જાય.

અહીં પણ થઈ શકે ભારે વરસાદ

અહીં પણ થઈ શકે ભારે વરસાદ

વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં કર્ણાટક, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાસ્મીર, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ચંદીગઢમાં ભારે વરસાદ થવાની આશંકા છે, હવામાન વિભાગ મુજબ 19 જુલાઈ બાદ ઓરિસ્સા અને છત્તીસગઢના કેટલાક ભાગમાં પણ વરસાદ થશે. જ્યારે આગામી 3-4 દિવસમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ઓછો વરસાદ થવાનું અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X