IMD Warning: ઉત્તર ભારતીયોને પરેશાન કરી શકે ધુ્મ્મસ, વરસાદની પણ સંભાવના
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં શદીનો તાંડવ સતત ચાલુ છે, જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે, છતાં ઠંડ જવાનુ્ં નામ નથી લઈ રહી, ઉત્તર ભારતની કેટલીય જગ્યાએ વરસાદ થયા બાદ ફરીથી ઠંડીની લહેર આવી છે. વાદળ છવાયા હોવાના કારણે હવે ગુરુવારે રાતે તાપમાન ગગડી શકે છે અને ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, ધુમ્મસના કારણે કેટલીય ટ્રેન લેટ ચાલી રહી છે, ટ્રેન વિલંબથી દિલ્હી પહોંચવાના કારણે યાત્રીઓએ ભારે પરેસાની ઉઠાવવી પડી રહી છે.

ગાઢ ધુમ્મસથી ઉત્તર ભારત પરેશાન
આજે પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે, ધુમ્મસને કારણે લોકોને આવવા જવામાં ઘણી તકલીફ થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને પગલે ઠંડીનો કહેર યથાવત છે, હિમાચલ પ્રદેશમાં સાર્વજનિક યાતાયાત ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અહીં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જાણકારી આપી છે કે અત્યાર સુધી કુલ 636 રસ્તા બંધ થઈ ચૂક્યા છે. જેમાં 5 નેશનલ હાઈવે સમેલ છે જ્યારે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં સતત પડી રહેલ વરસાદ અને હિમવર્ષાને પગલે આજે ઈન્ટર સુધીની બધી સ્કૂલોમાં અવકાશ ઘોષિત કરી દેવામાં આવ્યો છે. ડીએમ નિતિન ભદોરિયા દ્વારા જાહેર આદેશ મુજબ 30 જાન્યુઆરીએ ઈન્ટર સુધી સ્કૂલો ઉપરાંત સમસ્ત આંગણવાડીઓ પણ બંધ રહેશે. અહીં હવામાન વધુ બગડવાની આશંકા છે.
|
આ જગ્યાએ વરસાદ પડી શકે
હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં વરસાદની સંભાવના છે, આ વરસાદ 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં તેજ હવાઓ ચાલી રહી છે જેના કારણે રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસ પ્રદૂષણનું સ્તર ઘણી હદ સુધી સુધર્યું છે અને આજે કે કાલે અહીં હળવો વરસાદ થવાની સંભાવના છે, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલી શકે છે.

ગાઢ ધુમ્મસ અને શીતલહેરે પરેશાન કર્યા
હવામાન વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષોભને પગલે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવની બની રહી છે, જ્યારે સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી ભાગોમાં એક બે સ્થળો પર હળવો વરસાદ કે હિમપાત ચાલુ રહેવાની સંભાવના છે જ્યારે આજે રાજસ્થાન, પંજાબ, એમપી, યૂપીના કેટલાય શહેરોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર ચાલશે.