For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાને ફરી બતાવી અકડ, ભારતની 'મિત્રતા' ની ઓફરને ઠૂકરાવી

પાકિસ્તાને ફરી એકવાર ભારતની 'મિત્રતા' ની ઓફર ફગાવી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દરેક પ્લેટફોર્મ પર કહેતા આવ્યા છે કે, જો ભારત શાંતિ તરફ એક પગલું ભરે તો પાકિસ્તાન બે ડગલાં આગળ વધશે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદ : પાકિસ્તાને ફરી એકવાર ભારતની 'મિત્રતા' ની ઓફર ફગાવી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દરેક પ્લેટફોર્મ પર કહેતા આવ્યા છે કે, જો ભારત શાંતિ તરફ એક પગલું ભરે તો પાકિસ્તાન બે ડગલાં આગળ વધશે, પરંતુ આ વખતે જ્યારે ભારતે સંબંધ સુધારવા માટે પાકિસ્તાન તરફ હાથ લંબાવ્યો, ત્યારે પાકિસ્તાને તેનો હાથ પાછો ખેંચી લીધો છે.

Sadiq Sanjrani

પાકિસ્તાને બતાવી અકડ

પાકિસ્તાને બતાવી અકડ

ભારતના લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ભારતીય સંસદના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન સેનેટના અધ્યક્ષને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાંપાકિસ્તાને ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ટીવીના અહેવાલ મુજબ પાકિસ્તાને ભારતીય લોકસભા સ્પીકર ઓમ બિરલાના પ્રસ્તાવનેફગાવી દીધો છે. પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ'ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સેનેટના પ્રમુખ સાદિક સંજરાની સંસદીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતનાઆમંત્રણને નકારી દેશે.

ઓમ બિરલાએ મોકલ્યું હતું આમંત્રણ

ઓમ બિરલાએ મોકલ્યું હતું આમંત્રણ

ભારતીય સંસદની મહત્વની સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટીની 100 મી ઉજવણીમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના સેનેટ સ્પીકરને ભારતના લોકસભા સ્પીકર ઓમબિરલાએ આમંત્રણ આપ્યું હતું. જો કે, જ્યારે ધ ન્યૂઝે એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીનો સંપર્ક કર્યો, જે સામાન્ય રીતે વિદેશી આમંત્રણ વિભાગની દેખરેખ રાખે છે,તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું પાકિસ્તાને આમંત્રણ સ્વીકાર્યું છે, ત્યારે તેમણે કહ્યું: "ના". જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાને ભારતને તેના નિર્ણયની જાણકરી છે કે નહીં, તેમણે કહ્યું કે, "હું કોઈ જવાબથી વાકેફ નથી."

પાકિસ્તાની મીડિયાએ કર્યો હતો દાવો

પાકિસ્તાની મીડિયાએ કર્યો હતો દાવો

પાકિસ્તાની મીડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, ભારતીય લોકસભા સ્પીકરે પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું છે. પાકિસ્તાની અખબારોએ દાવો કર્યો હતો કે, ભારતીયલોકસભા સ્પીકર વતી, પાકિસ્તાન સેનેટના અધ્યક્ષને ઓગસ્ટમાં ભારતીય સંસદના આ મહત્વના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને હવે પાકિસ્તાનીમીડિયાએ દાવો કર્યો છે કે, ભારતીય સંસદના કાર્યક્રમમાં પાકિસ્તાની સેનેટના અધ્યક્ષ ભાગ નહીં લે.

પાકિસ્તાનના સમા ટીવીએ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યુંહતું કે, ભારતીય લોકસભા સ્પીકરનું આમંત્રણ મળ્યા હતા, જે બાદ સેનેટ ચેરમેન સદિત સંજાણી સમારંભમાં હાજરી આપશે કે કેમ તે અંગે સરકારમાં ઉચ્ચ સ્તરની ચર્ચાચાલી રહી છે, પરંતુ કોઈ નિર્ણય થયો નથી.

એક પત્ર થઇ રહ્યો છે વાયરલ

એક પત્ર થઇ રહ્યો છે વાયરલ

પાકિસ્તાન મીડિયામાં એક પત્ર તદ્દન વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ પત્ર છે, જે ભારતીય લોકસભા અધ્યક્ષે પાકિસ્તાન સેનેટનાઅધ્યક્ષને લખ્યો હતો. જો કે, અમને ખબર નથી કે ભારત દ્વારા પત્રની સત્યતાની પુષ્ટિ કરવામાં આવી છે કે નહીં, પરંતુ આ પત્ર દ્વારા પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યોહતો કે, આમંત્રણ ભારત તરફથી મોકલવામાં આવ્યું હતું.

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 'પીએસીની 100 મી વર્ષગાંઠમાં ભાગ લેવો અમારા માટે સન્માનની વાતહશે, જે ભારતની સૌથી જૂની સંસદીય સમિતિ છે. આ ઐતિહાસિક અવસર પર તમને ભારતની સંસદના મહેમાન તરીકે આમંત્રિત કરવું અમારા માટે સન્માનની વાત હશે.

ડિસેમ્બરમાં યોજાશે કાર્યક્રમ

ડિસેમ્બરમાં યોજાશે કાર્યક્રમ

IANSના અહેવાલ મુજબ ભારતીય સંસદમાં PACના 100 વર્ષ પૂરા થવા પર, નવી દિલ્હીમાં 4 અને 5 ડિસેમ્બરના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અનેઆ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ડિસેમ્બરના રોજ આ સમારોહના સમાપન સત્રને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે, સંસદની 22 સભ્યોની PAC ભારતની સૌથી જૂની સંસદીય પેનલ છે, જે ભારતીય સંસદ દ્વારા કેન્દ્ર સરકારને ખર્ચ માટે આપવામાં આવેલા નાણાંઅને અન્ય ખાતાઓની તપાસ કરે છે. હાલમાં PACનું નેતૃત્વ વિપક્ષી નેતા કરે છે, જો કે આ સમિતિના મોટાભાગના સભ્યો હાલમાં શાસક પક્ષ એનડીએના છે.

હાલમાં PACનું નેતૃત્વ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી કરે છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, જ્યોતિર્મય બાસુ, પીવીનરસિંહ રાવ અને આર વેંકટરામન જેવા અગ્રણી સાંસદો PACના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.

English summary
Pakistan has once again rejected India's offer of 'friendship'. Pakistan's Prime Minister Imran Khan has been saying on every platform that if India takes one step towards peace, Pakistan will go two steps further.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X