5-10 વર્ષમાં કેરળની સ્થિતિ અફઘાનિસ્તાન જેવી થઈ શકે છે-બીજેપી સાંસદ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ કે જે અલ્ફોન્સે કહ્યું છે કે કેરળમાં કટ્ટરપંથ અને ઉગ્રવાદ ઝડપથી વધી રહ્યો છે અને રાજ્ય અફઘાનિસ્તાન બનવાની તૈયારીમાં છે.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ કે જે અલ્ફોન્સે કહ્યું છે કે કેરળમાં કટ્ટરપંથ અને ઉગ્રવાદ ઝડપથી વધી રહ્યો છે અને રાજ્ય અફઘાનિસ્તાન બનવાની તૈયારીમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, આગામી પાંચથી દસ વર્ષમાં કેરળની સ્થિતિ અફઘાનિસ્તાન જેવી બની શકે છે. કેરળના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેજે અલ્ફોન્સે શનિવારે રાજધાની દિલ્હીમાં આ વાત કરી હતી.

કેજે અલ્ફોન્સે આજે જણાવ્યું હતું કે, એલડીએફ અને યુડીએફ (કેરળની શાસક અને મુખ્ય વિપક્ષી ગઠબંધન) એ કેરળમાં આતંકવાદ વધારવામાં ખૂબ જ સક્રિય યોગદાન આપ્યું છે. છેલ્લા 25 વર્ષમાં કેરળનું ખાસ કરીને રાજ્યના કેટલાક ભાગોમાં તાલિબાનીકરણ થયું છે. રાજ્યની સ્થિતિને જોતા હું કહી શકું છું કે આગામી 5 થી 10 વર્ષમાં કેરળ આજે અફઘાનિસ્તાન જેવું બની શકે છે.
કેજે અલ્ફોન્સની ગણતરી કેરળ રાજ્યના ભાજપના મહત્વના નેતાઓમાં થાય છે. તે માત્ર ભાજપ તરફથી રાજ્યસભામાં જ નથી, તે મોદી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કેજે અલ્ફોન્સને ભાજપ દ્વારા આ વર્ષે કેરળ વિધાનસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ટિકિટ આપવામાં આવી હતી. તેમને ભાજપ દ્વારા કાંજીરાપલ્લી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
