For Quick Alerts
For Daily Alerts
બિહારમાં પેસેન્જર ટ્રેનમાં મળી આવ્યા 8 બોમ્બ, ભયનો માહોલ
પટણા, 30 જૂન: બિહારના રાજકારણમાં મચેલી ધમાચકડીનો ફાયદો તોફાની તત્વો અને અશાંતિ ફેલાવનાર લોકો ઉઠાવવા લાગ્યા છે. રાજ્યના સીમાવર્તી કિશનગંજ રેલવે સ્ટેશન પર ઉભેલી પેસેન્જર ટ્રેનના ડબ્બામાંથી આઠ બોમ્બ મળી આવ્યા છે. બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો ત્યારે જઇને બધાએ આરામનો શ્વાસ લીધો.
કિશનગંજ રેલવે સ્ટેશનના પ્રભારી આલોક પ્રતાપે સોમવારે જણાવ્યું કે રેલવે પોલીસ ગુપ્ત માહિતીના આધાર પર પસાર થનાર બધી રેલગાડીઓની તપાસ કરી રહી હતી. આ દરમિયાન માલદા-ન્યૂઝલપાઇગુડી પેસેન્જર ટ્રેનના સામાન્ય ડબ્બામાંથી એક બેગમાં રાખવામાં આવેલા આઠ બોમ્બ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. બેગ લાવારિસ હાલતમાં ડબ્બામાં રાખવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે બોમ્બ મળ્યા બાદ કિશનગંજ રેલવે સ્ટેશન પર સુરક્ષ વધારી દેવામાં આવી છે. મળી આવેલા બોમ્બોને નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તથા પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં કોઇની ધરપકડ થઇ નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.