For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેવાડી ગેંગરેપ મામલે મોટી કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત 3 ની ધરપકડ

હરિયાણાના રેવાડી ગેંગરેપ મામલે એસઆઈટીને મોટી સફળતા મળી છે. એસઆઈટીની રચનાના 30 કલાકની અંદર 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાના રેવાડી ગેંગરેપ મામલે એસઆઈટીને મોટી સફળતા મળી છે. એસઆઈટીની રચનાના 30 કલાકની અંદર 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. રેવાડી ગેંગરેપ કાંડના પાંચ દિવસ બાદ પોલિસે ત્રણમાંથી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. વળી, એક ડૉક્ટર અને ક્રાઈમ સ્પોટના જમીનના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

સીબીએસઈ ટોપર ગેંગરેપ મામલે મોટી ધરપકડ

સીબીએસઈ ટોપર ગેંગરેપ મામલે મોટી ધરપકડ

અત્યાર સુધી આ કેસમાં ત્રણની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે બીજા બે મુખ્ય આરોપીઓની તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. પોલિસે મુખ્ય આરોપી નીશૂની ધરપકડ કરી છે જેણે ગેંગરેપનુ ષડયંત્ર રચ્યુ હતુ. એસઆઈટી ચીફ ભસીને જાણકારી આપતા કહ્યુ કે નીશૂએ જ આ સમગ્ર કાંડનું ષડયંત્ર રચ્યુ હતુ. નીશૂએ રેપનું ષડયંત્ર રચ્યુ, જમીનના માલિકને રૂમની જરૂરત બતાવી. ષડયંત્રમાં શામેલ ડૉક્ટર સંજીવ છેવટ સુધી આરોપીઓની સાથે હતો.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્યઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્ય

30 કલાકમાં બે આરોપીઓની ધરપકડ

30 કલાકમાં બે આરોપીઓની ધરપકડ

દીનદયાળ અને ડૉક્ટર સંજીવની ધરપકડ કરી લેવામાં આવી છે. દીનદયાળ ક્રાઈમ સ્પોટ એરિયાવાળા જમીનના માલિક છે જ્યારે સંજીવ પીડિતાને પ્રાથમિક ઉપચાર આપવા પહોંચ્યો હતો. પોલિસે આ બંનેની પહેલા ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બંનેની પૂછપરછમાં ઘણી જાણકારી મળી. આ બંનેના નિવેદનના આધાર પર તપાસ આગળ વધારવામાં આવી અને મુખ્ય આરોપીમાંથી એક નીશૂની ધરપકડ કરવામાં આવી જ્યારે બે ની તપાસ ચાલુ છે.

એસપીની ટ્રાન્સફર

એસપીની ટ્રાન્સફર

સમગ્ર કેસમાં બેદરકારી દાખવવાના આરોપમાં પોલિસે રેવાડીના એસપીની ટ્રાન્સફર કરી દીધી છે. તેમની જગ્યાએ રેવાડીના નવા એસપી રાહુલ શર્માને બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેવાડીમાં સીબીએસઈ ટોપર રહી ચૂકેલી છાત્રા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ઘટના બાદ રાજ્યના પ્રશાસન અધિકારી પીડિત પરિવારને 2 લાખ રૂપિયાનો ચેક આપવા પહોંચ્યા જેને લેવાનો પરિવાર સ્પષ્ટ ઈનકાર કરી દીધો. આ કેસમાં કોંગ્રેસે ખટ્ટર સરકારને ઘેરતા રાજીનામાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીની સફરઆ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીની સફર

English summary
in cbse topper gang rape case one three main accused arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X