કર્ણાટકમાં સરકારમાં 20 નવા મંત્રીઓ શપથ લેશે, આ નેતાઓને મળી શકે છે જગ્યા
બીજેપીને શરમજનક હાર આપીને કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી લીધી છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર ઉપમુખ્યમંત્રી બન્યા છે. સરકાર બન્યા બાદ હવે નવા 20 મંત્રીઓ શપથ લઈ શકે છે.
અહેવાલો અનુસાર, કર્ણાટક સરકાર 27 મેંના રોજ સરકારનું વિસ્તરણ કરવા જઈ રહી છે. આ મંત્રીમંડળમાં નવા 20 મંત્રીઓને સ્થાન અપાઈ શકે છે. વિસ્તરણ માટે તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. અહેવાલો અનુસાર, શુક્રવાર રાત સુધીમાં મંત્રીઓના ખાતા પણ નક્કી કરી દેવાશે.

આ મુદ્દે વાત કરતા મંત્રી કેએચ મુનિયપ્પાએ જણાવ્યુ કે, કેબિનેટ વિસ્તરણમાં ચાર કે પાંચ મંત્રી પદ ખાલી રહી શકે છે. બાકીની તમામ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે.
બીજી તરફ કેબિનેટના વિસ્તરણ પહેલા જ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા છે. તે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળ્યા બાદ ડીકે શિવકુમારે બેઠક સારી રહી હોવાનું જણાવ્યુ હતું.
અહીં તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકારના કેબિનેટમાં 24 પદ ભરવાના બાકી છે. કેબિનેટ વિસ્તરણ બાદ સરકારમાં મંત્રીઓની સંખ્યા વધીને 34 થઈ જશે. અત્યાર સુધીમાં કુલ 10 નેતાઓએ શપથખ લીધા છે.
સુત્રો અનુસાર, કર્ણાટક કોંગ્રેસના 20 નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે તેમાં એચકે પાટીલ, રહીમ ખાન, બી સુરેશ સહિત આ 20 નેતાઓના નામ આગળ છે. કેબિનેટમાં સામેલ કરાયેલા કોંગ્રેસના નેતાઓમાં લક્ષ્મી હેબ્બલકર, રુદ્રપ્પા લામાણી, દર્શનપુર, ઈશ્વર ખંડ્રે, નાગરેન્દ્ર, વેંકટેશ, શરણ પ્રકાશ પાટીલ, કેબી ગૌડા, પુત્તરંગા શેટ્ટી, દિનેશ ગુંડુ રાવ અથવા આરવી દેશપાંડે સહિતના નામ ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
