અન્ય કોઇ દેશમાં સાંસદો બૂમો નથી પાડતા કે PM ચોર છે : મનમોહન સિંહ
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વડાપ્રધાન મનમોહન સિંહ અને વિપક્ષના નેતા અરૂણ જેટલી વચ્ચે તીખા શબ્દોનું આદાન પ્રદાન થયું હતું. રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર પોતાના ભાષણમાં વડાપ્રધાને જણાવ્યું કે "આપે કોઇપણ દેશમાં એવું જોયું છે કે સંસદમાં સાંસદો કે વિપક્ષ બૂમો પાડીને બોલતા હોય કે વડાપ્રધાન ચોર છે."
વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન આવી વાત કરતા જ રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ આ વાત પર તીખો જવાબ વાળતા મનમોહન સિંહને જણાવ્યું કે સર્વ સંમતિ બનાવવી એ સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે. વડાપ્રધાન જ્યારે ભારપૂર્વક જણાવી રહ્યા છે કે જ્યારે સરકાર આર્થિક સંકટને જોતા પગલાં ભરી રહી છે ત્યારે સંસદના સાંસદોની જવાબદારી છે કે તેઓ વડાપ્રધાનના આ સંદેશને રોકાણકારો સુધી પહોંચાડે. અને ભારત રોકાણ માટે યોગ્ય દેશ છે તેમ જણાવે.

સંસદમાં કોલસા બ્લોક ફાળવણી સાથે સંકળાયેલી ફાઇલો ગુમ થવાના મુદ્દે તાજેતરમાં વિપક્ષ દ્વારા સંસદમાં સતત હંગામો કરવાના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું કે હું આ ફાઇલોનો સંરક્ષક નથી. શું આપે કોઇ પણ દેશમાં એવી સંસદ જોઇ છે જ્યાં વિપક્ષ વડાપ્રધાનને પોતાના મંત્રીઓનો પરિચય પણ આપવા દેતો નથી.
આના જવાબમાં અરૂણ જેટલીએ પણ જણાવ્યું કે આપે વિશ્વમાં એવા કોઇ લોકતંત્રને જોયું છે જ્યાં વિશ્વાસમત દરમિયાન વડાપ્રધાન વોટ ખરીદે છે.












Click it and Unblock the Notifications
