Video: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલો
આપ પક્ષના ધારાસભ્ય સોમનાથ ભારતી ફરીથી એકવાર ટીકાઓથી ઘેરાઈ ગયા છે. આ વખતે તેમણે એક ટીવી ચેનલના લાઈવ પ્રોગ્રામ પર મહિલા એંકરને ગાળ દઈ તેમની સાથે ખૂબ જ વાંધાજનક ટોનમાં વાત કરી છે.
આપ પક્ષના ધારાસભ્ય સોમનાથ ભારતી ફરીથી એકવાર ટીકાઓથી ઘેરાઈ ગયા છે. આ વખતે તેમણે એક ટીવી ચેનલના લાઈવ પ્રોગ્રામ પર મહિલા એંકરને ગાળ દઈ તેમની સાથે ખૂબ જ વાંધાજનક ટોનમાં વાત કરી છે. જેના જવાબમાં મહિલા એંકરે પણ સોમનાથ ભારતીને ખૂબ ખરુ-ખોટુ સંભળાવ્યુ અને તેમને કોર્ટમાં આનો જવાબ આપવા કહ્યુ છે. આ બાબતે દિલ્લીના ધારાસભ્ય અને આપ પક્ષના બાગી નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને સોમનાથ ભારતીની આકરી ટીકા કરી છે.

સોમનાથ ભારતીએ મહિલા એંકરને આપી ગાળ
તમને જણાવી દઈએ કે એક ન્યૂઝ ચેનલના લાઈવ ડિબેટ પ્રોગ્રામમાં મહિલા એંકગે સોમનાથ ભારતીને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પર મંગળવારે થયેલા મરચાના હુમલા વિશે સવાલ કર્યો હતો. જેના પર સોમનાથ ભારતી બહુ ખરાબ રીતે ભડકી ગયા અને મોટે મોટેથી બૂમો પાડીને એંકરને ગાળો આપવા લાગ્યા અને કહ્યુ કે પોતાની હેસિયતમાં રહીને વાત કરો તમે. જેના પર એંકરે કહ્યુ કે જે પોતાની પત્ની સાથે યોગ્ય રીતે વાત નથી શકતા, તેને સમ્માન ન આપી શક્યા, તે આવી વાતો કરી રહ્યા છે, તમને આવી વાતો કરવામાં શરમ નથી આવતી?
|
‘પોતાની હેસિયત ના ભૂલો તમે, આ સંસ્કાર છે તમારા'
જેના પર ભારતીનો પિત્તો સાતમાં આસમાન પર પહોંચી ગયો. તેમણે એંકરને માફી માંગવા માટે કહ્યુ અને બધી સીમાઓ પાર કરીને બોલ્યા કે, ‘પોતાની હેસિયત ના ભૂલો તમે, આ સંસ્કાર છે તમારા.' આ સમગ્ર પ્રકરણ પર કપિલ મિશ્રાએ ટ્વિટ કર્યુ છે કે સોમનાથ ભારતી આ પહેલા પણ ઘણી વાર વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. જેના કારણે તેમને જેલમાં પણ જવુ પડ્યુ હતુ. હવે તેમણે ફરી વાર આવી હરકત કરી છે.

એંકરનો સવાલ સાંભળીને ભડક્યા સોમનાથ ભારતી
તમને જણાવી દઈએ કે કાલે બપોરે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કોઈએ લાલ મરચુ ફેંકી દીધુ હતુ. આ મુદ્દે એક ખાનગી સમાચાર ચેનલ પર ડિબેટ ચાલી રહી હતી જેમાં એંકરે સોમનાથ ભારતીને પૂછ્યુ, ‘શું તમારી સામે લોકોમાં ગુસ્સો છે, જે આ રીતે વિરોધ પ્રગટ કરી રહ્યા છે?'

મહિલા એંકરને જોઈ લેવાની ધમકી
મહિલા એંકરની આ વાત પર સોમનાથ ભારતી ભડકી ઉઠ્યા અને ખૂબ જ ગંદી ભાષામાં તેમણે કહ્યુ કે, ‘આ ભ**** બંધ કરીને, ધંધા પર જઈને બેસી જાઓ.' સોમનાથ ભારતી આટલેથી ન રોકાયા પરંતુ તેમણે મહિલા એંકરને જોઈ લેવાની ધમકી પણ આપી દીધી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
