સરહદ પર પહેરો વધારાયો, BSF દ્વારા એલર્ટ એક્સરસાઇઝ

નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સમયાંતરે કરવામાં આવી રહેલા ફાયરિંગ બાદ રાજસ્થાન અને ગુજરાત સીમા પર પણ તણાવ વધતું જોવા મળી રહ્યું છે. પુંછ અને ઉરીની તાજી ઘટનાઓ બાદ આ વિસ્તારોમાં પણ પૂરતો પહેરો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત બીએસએફે બોર્ડર પર એલર્ટ એક્સરસાઇઝ શરૂ કરી છે. આ ઓપરેશન 28 જાન્યુઆરી સુધી ચાલશે. નોંધનીય છે કે પહેલા પણ જોવા મળ્યું છે કે જ્યારે તણાવ વધે છે ત્યારે પાકિસ્તાન બીજા મોરચા પર દબાણ વધારે છે. જૂના અનુભવોને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ પહેરો વધાર્યો છે.
ઉલ્લેખનીય છે કે આઠ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સિઝફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ ભારતના લાંસનાયક હેમરાજ સહિત બે સૈનિકોની હત્યા કરી દીધી હતી અને હેમરાજનું સર કલમ કરી નાખ્યું હતું.












Click it and Unblock the Notifications
