IND v ENG: ચોથી ટેસ્ટનો અંતિમ દિવસ, ભારતના લક્ષ્યનો પીછો કરતી ઇંગ્લૅન્ડની ટીમ

ભારત અને મેજબાન ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમૅચમાં પાંચમા અને છેલ્લા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરી રહી છે.ભારતીય ટીમે આ મૅચમાં પહેલી ઇનિંગમાં 191 રન કર્યા હતા, જ્

ભારત અને મેજબાન ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમૅચમાં પાંચમા અને છેલ્લા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.

ઇંગ્લૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરી રહી છે.

ભારતીય ટીમે આ મૅચમાં પહેલી ઇનિંગમાં 191 રન કર્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 466 રન કર્યા હતા.

વિરાટ કોહલી અને જો રૂટ

જ્યારે સામે તરફે ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગમાં 290 રન કર્યા હતા અને હવે બીજી ઇનિંગમાં લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

ભારતીય ટીમ જીત માટે બને એટલી ઝડપથી ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોની વિકેટ લેવાનો પ્રયાસ કરશે.

જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ વિકેટ ગુમાવ્યા વગર અડધા દિવસ સુધી ટકી રહેવાનો પ્રયાસ કરશે, જો ઇંગ્લૅન્ડની ટીમ એવું કરવામાં સફળ થાય તો મૅચ તેમના પક્ષમાં જવાની શક્યતા વધી જશે.


મેજબાન ટીમ લક્ષ્ય સાધી શકે - ક્રિસ વૉક્સ

મૅચના ચોથા દિવસના અંતે ઇંગ્લૅન્ડ ટીમના ઑલરાઉન્ડર ખેલાડી ક્રિસ વૉક્સે તાજેતરનાં ઉદાહરણો આપતાં કહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ લક્ષ્ય સાધી શકશે.

વૉક્સે કહ્યું, "આ ટીમે જુદાં-જુદાં ફૉર્મેટ્સમાં છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાંક શ્રેષ્ઠ પ્રદર્શનો કરી દેખાડ્યાં છે."

"તમે અમારી ટીમનાં એ પ્રદર્શનો પર નજર કરો, તો તમને સમજાશે કે અમે શું કરી શક્યા હતા અને શું કરી શકવા માટે સક્ષમ છીએ."


કપ્તાન વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુર

ચોથી ટેસ્ટમૅચમાં શાર્દૂલ ઠાકુર

પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 61.3 ઓવરમાં 191 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 96 બૉલમાં 50 રન કર્યા હતા, જ્યારે શાર્દૂલ ઠાકુરે 36 બૉલમાં 57 રન કરી દીધા હતા.

પહેલી ઇનિંગમાં આ સિવાય ભારતીય ટીમમાંથી અન્ય કોઈ બૅટ્સમૅન સારો સ્કોર કરી શક્યા ન હતા.

જ્યારે પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની ટીમે 84 ઓવરમાં 290 રન કર્યા હતા.


રોહિત શર્માની સદી

રોહિત શર્મા સદી

બીજી ઇનિંગ ભારતીય ટીમના બૅટ્સમૅનો માટે સારી રહી હતી.

રોહિત શર્માએ 256 બૉલમાં 127 રન કર્યા હતા, જ્યારે ચેતેશ્વર પુજારાએ 127 બૉલમાં 61 રન કર્યા હતા.

બીજી ઇનિંગમાં શાર્દૂલ ઠાકુરે ફરીથી અર્ધસદી ફટકારી હતી, તેમણે 72 બૉલમાં 60 રન કર્યા હતા. આ સિવાય ઋષભ પંતે પણ અર્ધસદી ફટકારી હતી.

આ ઉપરાંત લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ અનુક્રમે 46 અને 44 રન કર્યા હતા, બંને તેમની અર્ધસદી ચૂકી ગયા હતા.

પહેલી ઇનિંગમાં ઉમેશ યાદવે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X