For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND VS ENG : મોટેરા ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ 112માં ઑલઆઉટ, પણ અમ્પાયરે બૉલ સૅનેટાઇઝ કેમ કરાવ્યો?

મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લૅન્ડની ટીમ માટે આ નિર્ણય ઘાતક સાબિત થયો હતો. ટીમ માત્ર 112 રન કરી શકી હતી. ઇંગ્લૅન્ડની ટીમના માત્ર ચ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

Click here to see the BBC interactive

મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લૅન્ડની ટીમ માટે આ નિર્ણય ઘાતક સાબિત થયો હતો. ટીમ માત્ર 112 રન કરી શકી હતી. ઇંગ્લૅન્ડની ટીમના માત્ર ચાર ખેલાડીઓ બે આંકડમાં રન કરી શક્યા હતા જ્યારે ત્રણ બેટ્સમૅન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

કૅપ્ટન જો રુટ માત્ર 17 રન કરી શક્યા હતા. ઇંગ્લૅન્ડ માટે ઑપનર ઝેક ક્રાઉલીએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. 80 અને 81 રન વચ્ચે ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ પડી ગઈ હતી. ઝેક ક્રાઉલી સિવાય કોઈ પણ બૅટ્સમૅન ન ચાલતાં ઇંગ્લૅન્ડની ટીમ 48.4 ઑવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

અક્ષર પટેલ ફરીથી ભારત માટે મહત્ત્વના બૉલર પુરવાર થયા હતા. તેમણે 21.4 ઑવરમાં માત્ર 38 રન આપીને 6 વિકેટ ઝડપી પાડી હતી. ભારતના બીજા સ્પિનર આર. અશ્વિને 16 ઑવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઈશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.

પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ પાંચ રન કરીને ક્રિઝ પર છે. ભારત તરફથી બૅટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલ રમતમાં અણનમ છે.

સ્કૉર માટે અહીં ક્લિક કરો.

https://twitter.com/BCCI/status/1364563578787827720

વળી મૅચમાં ઇંગ્લેન્ડના બૉલર સ્ટૉક્સે બૉલ પર લાળ લગાવતા અમ્પાયરે દડાનો સેનેટાઇઝ કરાવ્યો હતો.

https://twitter.com/ani_digital/status/1364594492641185797

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
IND VS ENG: England 112 all out in Motera Test, but why did the umpire sanitize the ball?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X