For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ અને ધોનીની દીકરી પર અભદ્ર કોમેન્ટ, દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ

સોશિયલ મીડિયા પર ક્રિકેટરોની દીકરીઓ પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી પોલીસ દ્વારા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની દીકરીઓ પર સોશિયલ મીડિયા પર વાંધાજનક કોમેન્ટ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા નોટીસ ફટકાર્યા બાદ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ IFSO કાર્યવાહી કરી રહી છે.

 indian cricketers

ક્રિકેટર ધોની અને કોહલીની પુત્રીઓ અને તેમની પત્નીઓ વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. દિલ્હી કમિશન ફોર વુમનના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ કોમેન્ટનો અસ્પષ્ટ સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે, કેટલાક એકાઉન્ટ્સ ટ્વીટર પર દેશના 2 મોટા ખેલાડીઓ વિરાટ કોહલી અને ધોનીની પુત્રીઓની તસવીરો પોસ્ટ કરીને અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

2 વર્ષ અને 7 વર્ષની છોકરી વિશે આવી અપમાનજનક વાતો? જો કોઈને આ ખેલાડી ગમતા નથી, તો શું તમે તેમની છોકરી સાથે દુર્વ્યવહાર કરશો? FIR નોંધવા માટે પોલીસને નોટિસ આપવવામાં આવશે.

ક્રિકેટરોની દીકરીઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે આ અઠવાડિયે ગુરુવારના રોજ દિલ્હી મહિલા આયોગે કડક કાર્યવાહી કરી હતી. આ કેસમાં કાર્યવાહીમાં વિલંબ કરવા બદલ DCW ચીફ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસના સાયબર સેલને નોટિસ મોકલી હતી. જે બાદ પોલીસે મામલાને ગંભીરતાથી લીધો અને ફરિયાદ નોંધી હતી.

આ કાર્યવાહી બાદ સ્વાતિ માલીવાલે એક ટ્વીટમાં લખ્યું હતું કે, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીઓ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે ખૂબ જ ટૂંક સમયમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે અને જેલના સળિયા પાછળ કરવામાં આવશે.

English summary
Indecent comments on indian cricketers daughter, Delhi Police registered a complaint
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X