Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Independence Day 2019: લાલ કિલ્લાથી પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો

પીએમ નરેન્દ્ર મોદી 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી તિરંગો ફરકાવીને દેશવાસીઓને આઝાદીના દિવસ અને રક્ષાબંધની શુભકામનાઓ આપી.

પીએમ નરેન્દ્ર મોદી 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી તિરંગો ફરકાવીને દેશવાસીઓને આઝાદીના દિવસ અને રક્ષાબંધની શુભકામનાઓ આપી. પીએમે પૂર પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત સકરી અને રાહત કાર્યોમાં લાગેલા કર્મીઓનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યુ કે આઝાદી બાદથી અત્યાર સુધી જેમણે દેશના વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યુ છે તેમને પણ તે નમન કરે છે. પીએમે પોતાના સંબોધનમાં જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યુ કે નવી સરકારની રચનાના 10 સપ્તાહની અંદર જ અનુચ્છેદ 370 (આર્ટિકલ 370) અને 35એ હટાવીને સરદાર વલ્લભ ભાઈ પટેલા સપનાને સાકાર કરવાનું કામ કર્યુ છે. આવો તમને જણાવીએ પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો

pm modi

ત્રણ સેનાઓના સેનાપતિ હશે 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી મોટુ એલાન કર્યુ છે. ત્રણે સેનાઓમાં તાલમેલ વધારવા માટે હવે તેમના એક સેનાપતિ બનાવવામાં આવશે જેને 'ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ' (CDS) કહેવામાં આવશે. સેનાના ઈતિહાસમાં આ પદ પહેલી વાર બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે ત્રણે સેનાઓએ એક સાથે ચાલવુ પડશે.

આતંકને એક્સપોર્ટ કરનારને ભારત કરશે બેનકાબ

પીએમ મોદીએ કહ્યુ કે આજે દુનિયાના કોઈને કોઈ ભાગમાં કંઈ થઈ રહ્યુ છે. ભારત એવામાં મૂકદર્શક નહિ બની રહે. તેમણે એલાન કર્યુ કે આતંકવાદના વિરોધમાં ભારત પોતાની લડાઈ ચાલુ રાખશે. આતંકવાદને એક્સપોર્ટ કરનારને બેનકાબ કરવાનો સમય આવી ગયો છે. અમુક લોકોએ ભારત સાથે સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદ ફેલાવી રાખ્યો છે. પીએમ મોદીએ અફઘાનિસ્તાનને તેમના સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. તેમણે આ દરમિયાન સેનાના જવાનોનો આભાર માન્યો અને તેમના યોગદાનની પ્રશંસા કરી.

ખેડૂતો અને વેપારીઓની મદદ

ખેડૂત ભાઈ-બહેનોને પ્રધાનમંત્રી સમ્મા નિધિ હેઠળ 90 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ આગળ વધાર્યુ છે. અમારા ખેડૂત અને નાના વેપારી ભાઈ બહેન ક્યારેય કલ્પના નહોતા કરી શકતા કે તેમના જીવનમાં પેન્શનની વ્યવસ્થા થઈ શકે છે. અમે પેન્શન યોજનાને લાગુ કરી છે.

જળ જીવન મિશનની ઘોષણા

પીએમ મોદીએ કહ્યુ કે આજે હું લાલ કિલ્લાથી ઘોષણા કરુ છુ કે અમે આવનારા દિવસોમાં જળ જીવન મિશન માટે આગળ વધીશુ. આના માટે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરીશુ અને આના માટે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરવાનો સંકલ્પ છે. જળ સંચય, જળ સિંચન હોય વર્ષાનુ ટીપે ટીપુ પાણી બચાવવાનું કામ હોય, સમુદ્રી પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ હોય, માઈક્રો ઈરિગેશન હોય, પાણી વેચવાનુ કામ હોય, પાણીનુ મહત્વને સમજે, અમે સતત પ્રયાસ કરો અને આ વિશ્વાસ સાથે વધો કે પાણીના ક્ષેત્રમાં જેટલુ કામ થયુ છે આગામી 5 વર્ષમાં ચાર ગણી ઝડપથી વધ્યુ છે. આપણે વધુ રાહ ન જોઈ શકીએ.

પરિવારને નાનો રાખવો દેશભક્તિ

પ્રધાનમંત્રીએ કહ્યુ કે જે રીતે લોકોએ સ્વચ્છતા માટે અભિયાન ચલાવ્યુ, હવે સમય આવી ગયો છે કે પાણી બચાવવા માટે પણ કંઈ આવુ જ કરવામાં આવે. પાણી બચાવવા માટે આપણે 4 ગણી ઝડપથી કામ કરવુ પડશે. પીએમે આ દરમિયાન વધતી જનસંખ્યા વિશે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે આપણે આ વિષય માટે આવનારી પેઢી માટે વિચારવુ પડશે. સીમિત પરિવારથી ના માત્ર પોતાનુ પરંતુ દેશનુ પણ ભલુ થવાનુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X