For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોતના ભયથી આખી રાત ઉંઘી શક્યો ન હતો અફઝલ ગુરૂ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી : ભારતીય લોકશાહીના પ્રતીક સંસદ ભવન ઉપર 13મી ડિસેમ્બર, 2001ના રોજ હુમલા કરનાર કુખ્યાત આતંકવાદી અફઝલ ગુરૂને આજે સવારે આઠ વાગ્યે ફાંસી અપાઈ. આ સમગ્ર ઑપરેશન ગોપનીયતા સાથે પાર પડાયું. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા મુજબ અફઝલને ગઈકાલે રાત્રે જ માહિતી આપી દેવાઈ હતી કે તેને સવારે ફાંસી અપાશે અને આ માહિતી મળતા અફઝલની ઉંઘ ઉડી ગઈ. મોતના ભયે આખી રાત ઉંઘી ન શક્યો અફઝલ ગુરુ.

afzal-guru

શુક્રવારે સવારે 6 વાગ્યે જ્યારે જેલના અધિકારીઓ અને તબીબો તેની પાસે પહોંચ્યા, ત્યારે તે જાગતો હતો. તેણે રાત્રે અનેક વખત પાણી પીધું હતું. અફઝલની દયાની અરજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગત 3જી ફેબ્રુઆરીએ ફગાવી દીધી હતી કે જે પછી આજે સવારે તેને ફાંસીએ લટકાવી દેવાયો.

અફઝલની ફાંસીને પણ કસાબની જેમ ગુપ્ત રાખવામાં આવી. જેલના અધિકારીઓનું એમ પણ કહેવું છે કે જ્યારે કસાબને ફાંસી અપાઈ હતી, ત્યારે જ અફઝલે પોતાના માથે મોત જોઈ લીધુ હતું. તેને અહેસાસ થઈ ગયો હતો કે ટુંકમાં જ તેને પણ ફાંસીના માચડે લટકાવી દેવાશે.

અફઝળની ફાંસીની પ્રક્રિયા જેલના ત્રણ અધિકારીઓની દેખરેખમાં પૂર્ણ કરાઈ. કસાબને ફાંસી અપાયા બાદ અફઝલને પણ ફાંસીની માંગણી ઉગ્ર બની ગઈ હતી અને સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી : જે આતંકવાદી અફઝલ ગુરૂને શનિવારે સવારે 8 વાગ્યે તિહાર જેલમાં ફાંસી અપાયા બાદ ત્યાં જ દફનાવી દેવાયો, તે ક્યારેક હોંશિયાર વિદ્યાર્થી હતો. કદાચ આપને વિશ્વાસ નહીં થશે, જો પરિસ્થિતિઓ તેને આતંકવાદના દલદલમાં ન હડલેસલત, તો આજે તે બારામુલાનો પ્રસિદ્ધ ડૉ. મોહંમદ અફઝલ ગુરૂ હોત અને તેના ક્લિનિકે દર્દીઓની ગિર્દી લાગેલી હોત.

હા જી. અફઝલ તેવો શખ્સ હતો કે જે ભારતની ભૂમિએ જન્મ્યો, પરંતુ પાડોસી દેશ પાકિસ્તાનના કેટલાંક આતંકવાદી સંગઠનોના ચક્કરમાં પડ્યા બાદ તેણે આતંકવાદનો રસ્તો અપનાવી લીધો. ચાલો, એક નજર નાંખીએ તેના જીવન ઉપર.

અફઝલનો જન્મ બારામુલા ખાતે થયો અને ત્યાં જ તેણે શિક્ષણ લીધું. બાળપણથી જ અફઝલ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. જ્યારે તેણે દસમાં અને બારમાં ધોરણની પરીક્ષા ફર્સ્ટ ડિવીઝનમાં પાસ કરી, ત્યારે તેના પરિવારની ખુશી જોવા લાયક હતી. તે નહોતો માંગતો આતંકવાદી બનવા. પોતાના માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા અફઝલે પ્રીમેડિકલ પરીક્ષા આપી અને તેમાં સારી રૅંક હાસલ કરી.

અફઝલ ગુરૂએ એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો. એમબીબીએસના અભ્યાસ દરમિયાન જ તેણે આઈએએસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. ત્યાં જ જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટનો સભ્ય બની ગયો અને વિદ્યાર્થી જીવનમાં જ તેનો સમ્પર્ક કેટલાંક આતંકવાદીઓ સાથે થયો. તેણે ફ્રંટ સાથે મળી આતંકવાદની ટ્રેનિંગ પણ હાસલ કરી. ટ્રેનિંગ તો લઈ લીધી, પરંતુ જ્યારે દેશ વિરુદ્ધ જંગની વાત આવી, તો અફઝલને કંઈક ખૂંચ્યું અને તેણે બીએસએફ સમક્ષ જઈ આત્મસમર્પણ કરી દીધું. કારણ કે તેણે કોઈ આતંકવાદી બનાવને અંજામ આપ્યો નહોતો, તેથી તેને સજા ન થઈ અને અફઝલ ફરી સામાન્ય જીવનમાં પરત ફર્યો.

અફઝલ ગુરૂએ બારામુલા છોડી દીધું અને સોપોર આવી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે કમીશન એજંસી ખોલી અને વ્યાજે પૈસા ઉપાડવા શરૂ કર્યાં, પરંતુ કદાચ તેના ભાગ્યમાં સામાન્ય હિન્દુસ્તાની જેવુ જીવન લખ્યુ જ નહોતું. તે જેટલો આતંકવાદથી દૂર ભાગતો, આતંકવાદ તેનો એટલો જ પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન અનંતનાગમાં તેની મુલાકાત આતંકવાદી તારિક સાથે થઈ. તારિક સાથે તે રહેવા લાગ્યો. તે વખતે અફઝલને ખબર નહોતી કે તારિક આતંકવાદી છે. બંનેનું સાથે ઉઠવું-બેસવું વધતું ગયું અને જોત-જોતામાં તારિકે અફઝલને આતંકવાદ માટે પ્રેરિત કરવું શરૂ કરી દીધું. તે અનિચ્છાએ પણ કાશ્મીર માટે જેહાદ સાથે જોડાઈ ગયો. અહીં તેને અઢળક રુપિયાનો લાલચ પણ અપાયો.

તારિકે પાકિસ્તાનના ગાઝિયાબાદ ખાતે રહેતાં કેટલાંક આતંકવાદીઓ સાથે તેનો સમ્પર્ક કરાવ્યો. આ મુલાકાત બાદ તે ફિદાઇન (આત્મઘાતી) બની ગયો. ફિતાઇન એટલે કે કોઈ પણ ઘટનામાં પોતાના મોતની ચિંતા ન કરનારો. પાકિસ્તાનીઓના ચક્કરમાં બર્બાદ થયેલ ઝિંદગી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે અફઝલની મુલાકાતો વધતી ગઈ અને પછી સૌએ એક મિશન તૈયાર કર્યું કે જેના હેઠળ ભારતમાં મોટી સંસ્થાઓ અને દૂતાવાસો ઉપર હુમલો કરવાનું પ્લાનિંગ થયું. તેમનો મુખ્ય લક્ષ્ય દિલ્હી હતી. તેમાં લશ્કર-એ-તોઇબા તથા જૈશ-એ-મોહંમદ બંનેએ મળી પ્લાન બનાવ્યું.

અફઝલ ગુરૂએ પુરતી પ્લાનિંગ સાથે 13મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ હુમલાનો ષડયંત્ર રચ્યો કે જેને જૈશ અને લશ્કરના લડાકાઓએ અંજામ આપ્યો. તે હુમલામાં સાત સુરક્ષાકર્મીઓ શહીદ થયાં. આ હુમલા બાદ દિલ્હી પોલીસ તથા ગુપ્તચર એજંસીઓએ આ હુમલાના ષડયંત્રકારીઓની ધરપકડ માટે તમામ ઘોડા છૂટા કર્યાં અને 15મી ડિસેમ્બરના રોજ પોલીસે અફઝલને ઝડપી પાડ્યો. તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયા અને સુપ્રીમ કોર્ટે 2002માં ફાંસીની સજા સંભળાવી. અફઝલના વકીલે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી કે જેની ઉપર વારંવાર વિચાર થતુ રહ્યું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આજે 9મી ફેબ્રુઆરી, 2013ના રોજ અફઝલ ગુરૂને ફાંસીના માંચડે લટકાવી દેવાયો. તેના શબને પણ તિહાર જેલમાં જ દફનાવી દેવાયો.

English summary
According to officers Afzal Guru could not sleep last night because he was scared of death. Related Articles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X