મોન્સુન અપડેટઃ પશ્ચિમ દરિયાકિનારે સતત ભારે વરસાદ, માછીમારોને ચેતવણી

અરબ સાગર દરિયાકિનારે સતત ભારે વરસાદ ચાલુ રહેતા ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહી શકે છે

અરબ સાગર દરિયાકિનારે સતત ભારે વરસાદ ચાલુ રહેતા ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહી શકે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે સમગ્ર ભારતને આવરી લેતા દેશના બીજા અન્ય ભાગોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

rain

ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિનમાં જણાવવામાં આવ્યુ હતુ કે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશનના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ સતત ચાલુ છે.

rain

છત્તીસગઢ, મધ્ય ભારતના અમુક ભાગો અને ઉત્તર દ્વીપકલ્પમાં આગામી 3-4 દિવસમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે તેમ તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ છે.
અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, ગોરખપુર, નવાડા, બંકુરા, દિઘા પરથી ચોમાસાની ધરી પસાર થવાનું ચાલુ છે અને ત્યારબાદ તે પૂર્વ દક્ષિણ તરફથી પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ ફંટાશે તેમ ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ (6 જુલાઈ 9 pm)માં જણાવવામાં આવ્યુ હતુ.

rain

આગામી 3-4 દિવસ દરમિયાન સમુદ્રની સ્થિતિ મધ્ય અરબ સાગર પર ખૂબ જ રફ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને આ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવી છે. 6 જુલાઈના રોજ ભારતીય હવામાન વિભાગ, પણજીએ શનિવારે અને રવિવારે ગોવામાં બારે વરસાદની ચેતવણી આપી હતી. ગોવામાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ પડતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યુ છે અને ધોરીમાર્ગો સહિતના મુખ્ય માર્ગો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. આ કારણે ગોવામાં શુક્રવારે સામાન્ય જનજીવન પર અસર પડી હતી. રાજધાનીના કેટલાક ભાગોમાં પણ પૂર આવ્યુ હતુ જેના કારણે શુક્રવારે સવારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારતીય હવામાન વિભાગે આવતા 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X