For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23-24 ઓગસ્ટે યોજાશે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવ, બેંકોની હાલત સુધારવા પર અપાશે ભાર

સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી એન્ડ રિસર્ચ દ્વારા આગામી 23 અને 24 ઓગસ્ટના રોજ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

By Kalpesh
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી એન્ડ રિસર્ચ દ્વારા આગામી 23 અને 24 ઓગસ્ટના રોજ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઈટીસી મૌર્યા, કમલ મહલમાં આયોજિત થનાર આ કૉન્ક્લેવના નૉલેજ પાર્ટનર નીતિ આયોગ છે. આ દરમિયાન દેશ- વિદેશથી આવેલ નાણાકિય અને બેંકિંગ મામલાના કેટલાય જાણકારો એક મંચ પર જોવા મળશે. અત્યારે ભારતની બેંકિંગ વ્યવસ્થા પર વિચાર કરવાની જરૂરત છે. જેને લઈને ચર્ચા ચગી છે કે દેવાને પગલે બેંકોની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે.

નીતિ આયોગ હશે નોલેજ પાર્ટનર

નીતિ આયોગ હશે નોલેજ પાર્ટનર

જેને જોતા સેન્ટર ફૉર ઈકૉનોમિક પૉલિસી એન્ડ રિસર્ચે કેટલાય જાણકારોને એક મંચ પર લાવવાની પહલ કરી છે જ્યાં આ બધા જ લોકો એક બીજા સાથે વિચાર વિમર્શ કરશે. આ બે દિવસીય આયોજન દરમિયાન ખામી પર જ નહીં પણ સમસ્યાઓના સમાધાન પર પણ વાતચી થશે. જેને લઈને વર્તમાન એનડીએ સરકારે પણ ભારે સક્રિયતા દર્શાવી છે. આ કૉન્ક્લેવનો ઉદ્દેશ્ય બેંકોની સ્થિતિ પર ચર્ચાની સાથો-સાથ ભવિષ્ય માટે પણ કાર્ય આયોજન બનાવવા ભાર દેવા પર હશે.

કૉન્ક્લેવ દરમિયાનના મુખ્ય મુદ્દાઓ

કૉન્ક્લેવ દરમિયાનના મુખ્ય મુદ્દાઓ

આ કૉન્ક્લેવ દ્વારા દેશ-વિદેશના નાણાકિય અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ મોટી મોટી હસ્તીઓને એક મંચ પર લાવવામાં આવશે. ઉપરાંત બેંકોની હાલત સુધારવાનો આ કૉન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય હશે. બેંકિંગ ક્ષેત્રના કામકાજ પર પણ વાતચીત થશે અને તેને શ્રેષ્ઠ બનાવવામાં આવે તેવી બાબતો પર ફોકસ કરવામાં આવશે. અપેક્ષા છે કે આ કારણે રોકાણ નીતિમાં પમ મજબૂતી આવશે.

કૉન્ક્લેવમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે

કૉન્ક્લેવમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે

આ કૉન્ક્લેવમાં અત્યારે બેંકની સ્થિતિ કેટલી ખરાબ છે તેના પર ચર્ચા તશે ઉપરાંત,

  • બેંકોની સ્થિતિ સુધારવી જરૂરી છે...
  • કયા પ્રકારે સુધારો કરી શકાય છે..
  • આ દિશામાં યોગ્ય પગલાં કયાં હોવાં જોઈએ..
  • ગત સરકારોએ પ્રયત્ન કેમ ન કર્યા..
  • નવા બદલાવ માટે બેંકો કેટલી તૈયાર છે..
  • બેંકોની સ્થિતિ સુધારવામાં ટેક્નોલોજી કેટલી સફળ સાબિત થશે..
  • કેટલાય કેન્દ્રીય મંત્રીઓ બનશે આ કૉન્ક્લેવનો ભાગ

    કેટલાય કેન્દ્રીય મંત્રીઓ બનશે આ કૉન્ક્લેવનો ભાગ

    બે દિવસીય ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં કેટલાય મોટા નામ સામેલ હશે જે વિભિન્ન પાસા પર પોતાની વાત રાખશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેબિનેટ મંત્રી અરુણ જેટલી, રેલવે અને નાણામંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રી મંત્રી સુરેશ પ્રભુ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ, નીતિ આયોગના વીપી રાજીવ કુમાર, ICICI બેંકના ચેરમેન ગિરિશ ચંદ્ર તુર્વેદી, હર્ષ વર્ધન, આર્થિક મામલાઓના સલાહકાર ઈલા પટનાયક, સીસી ગ્રુપના ચેરમેન જસપાલ બિંદ્રા, ટ્રાન્સ યૂનિયન સીબીલના સીઈઓ સતીશ પિલ્લાઈ, ઓરેંટલ બેંક ઑફ કોમર્સના સીઈઓ મુકેશ કુમાર જૈન, SBIના પૂર્વ ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્ય, અર્થશાસ્ત્રી ગોપાલ કૃષણ અગ્રવાલ, IDBI બેંકના સીઈઓ શ્રીરામ, પૂર્વ સીઈઓ સિટી બેંક સુમંત સિંહા, માસ્ટર કાર્ડ વીપી રોહન મિશ્રા, સ્વાયર ગ્લોબલના સહ-સંસ્થાપક વિવેક અગ્રવાલ, HDFC બેંકનાં ચેરપર્સન શ્યામલા ગોપીનાથ, બેંક ઑફ બરોડાના ચેરમેન રવિ વેંકટેશ, નાસકૉમના અધ્યક્ષ દેવજાની ઘોષ અને મોર્ગન સ્ટેનલેના એમડી રિધમ દેસાઈ સહિતની હસ્તીઓ આ કૉન્ક્લેવમાં મુખ્ય વક્તા તરીકે સામેલ થશે.

English summary
India Banking Conclave 2018 (August 23rd-24th, New Delhi): Everything you need to know about the Indian Banking Conclave 2018 events along with the schedule, location, key speakers list, latest news, photos, videos and much more on Oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X