For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાઝીલને પછાડી કોરોના કેસ મામલે ભારત બીજા નંબરે પહોંચ્યો, સંક્રમિતોની સંખ્યા 41 લાખને પાર

બ્રાઝીલને પછાડી કોરોના કેસ મામલે ભારત બીજા નંબરે પહોંચ્યો, સંક્રમિતોની સંખ્યા 41 લાખને પાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. ભારત હવે દુનિયાના બીજા સૌતી મોટા કોવિડ 19 પ્રભાવિત દેશ બ્રાઝીલથી પણ આગળ નીકળી ગયો છે. એટલે કે કોરોના કેસના મામલામાં અમેરિકા બાદ ભારત હવે વિશ્વનો બીજો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. જણાવી દઈએ કે ભારતમાં દરરોજ 80000 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે, જ્યારે દરરોજ હજારથી વધુ દર્દીના મોત થઈ રહ્યાં છે. દેશમાં હવે કુલ કોરોના મામલાની સંખ્યા 40,96,690 થી પણ વધી ગઈ છે, બ્રાઝીલમાં હાલ 40,91,801 મામલાની પુષ્ટિ થઈ છે. અમેરિકામાં સૌથી વધુ 62 લાખથી વધુ કેસ છે.

86432 નવા મામલા સાથે 40 લાખને પાર પહોંચ્યો આંકડો

86432 નવા મામલા સાથે 40 લાખને પાર પહોંચ્યો આંકડો

ઉલ્લેખનીય છે કે ભારતે દૈનિક મામલાની સંખ્યામાં પણ રેકોર્ડ તેજી નોંધાવી છે. ગત શુક્રવાર બાદ 83000 અને શનિવારે દેશભરથી કુલ 86432 નવા મામલા સામે આવ્યા છે અને આ દરમિયાન 1089 દર્દીના મોત થયાં છે, જે બાદ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખથી વધી ગયો છે. સ્વાસ્થખ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે દેશમાં 8,46,395 સક્રિય મામલા છે અને 31,07,223 દર્દી ઠીક થઈ ચૂક્યા છે. જ્યારે હજી સુધી 69,561 મોત થયાં છે.

અમેરિકા બાદ હવે ભારત બીજા નંબરે

અમેરિકા બાદ હવે ભારત બીજા નંબરે

કોરોના મામલામાં હવે ભારતે બ્રાઝીલને પાછળ છોડી દીધું છે અને તેનાથી આગળ માત્ર એક અમેરિકા જ છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોનાથી બરબાદ થઈ ચૂક્યો છે. જ્યારે શનિવાર સુધી 6400670 મામલા સામે આવી ચૂક્યા છે અને 192308 લોકોના મોત થયાં છે. અમેરિકામાં એક્ટિવ મામલાની કુલ સંખ્યા 36,95,774 છે. અમેરિકા બાદ હવે ભારત 40,96,690 થી વધુ મામલા સાથે બીજા નંબર પર છે જ્યારે બ્રાઝીલ હવે 40,91,801 કેસ સાથે ત્રીજા નંબરે.

ભારતના આ રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધ્યો

ભારતના આ રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ વધ્યો

જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ હાલ સૌથી વધુ પાંચ રાજ્યોમાં છે. આ પાંચ રાજ્યો છે- તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ એક્ટિવ કેસમાં પણ સૌથી વધુ 25 ટકા મામલા એકલા મહારાષ્ટ્રમાં છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસથી થયેલ મોતમાં 37 ટકા મોત મહારાષ્ટ્રમાં થયાં ચે. દેશની રાજધાની દિલ્હીમાં પાછલા કેટલાક દિવસમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધ્યા છે. શુક્રવારે દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસના 2914 નવા મામલા મળ્યા છે. પાછલા 70 દિવસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

4 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા

4 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા

જ્યારે કોરોના વાયરસની ટેસ્ટિંગની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. ઈન્ડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચે શનિવારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4,77,38,491 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. જેમાંથી પાછલા 24 કલાકમાં 10,59,346 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
india become second largest country in coronavirus cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X