For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ ઉજવી રહ્યો છે 65મો ગણતંત્ર દિવસ, જુઓ દિલ્હીથી લાઇવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: આજે દેશ પોતાનો 65મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, આ એક ખાસ દિવસ છે જ્યારે આખો દેશ આપણા શહીદોના બલિદાનોને યાદ કરે છે. પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં રાજપથ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 10 વાગે તિરંગો લહેરાવીને સલામી આપી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ શહીદ શ્રી પ્રસાદ બાબુને અશોક ચક્ર પ્રદાન કર્યું. પ્રસાદ બાબુ 200 નક્સલીઓ સાથે લડતા લડતા શહીદ થઇ ગયા હતા.

રાજપથ પર બ્રહ્મોસ મિસાઇલની ઝલક રજૂ કરવામાં આવી, આ સમયે સેનાની અલગ અલગ રેજિમેન્ટની પરેડ નીકળી રહી છે તેમજ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંકીઓ પણ નીકળી રહી છે. આ અવસરે જાપાનના વડાપ્રધાન શિંજો અબે મુખ્ય અતિથિ છે. ભારતની આ પહેલથી જાપાનની સાથે સંબંધો મજબૂત બનશે.

republican day
રાજપથ પર ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે. 18 ઝાંકીઓમાં ભારતની આર્થિક, સામરિક, સામાજિક, સાંસ્કૃતિક ઝલક રજૂ કરવામાં આવી રહી છે. રાજપથ પર દેશી ફાઇટર પ્લેન તેજસની ઝલક રજૂ કરવામાં આવી. અત્યાધુનિક ટેન્ક, મિસાઇલ પણ ગણતંત્ર દિવસ પર શાનમાં વધારો કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસ પર દિલ્હી સંપૂરણપણે સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગઇ છે. દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોના 25થી વધારે હજાર જવાનો બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. રાજ્યમાં 1600 સીસીટીવી કેમેરાની મદદથી રાજપથથી લાલકિલા પર દરેક પળે નજર રાખવામાં આવી રહી છે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજધાનીથી જુઓ લાઇવ...

English summary
India celebrates it's 65th Republican Day, honors its brave hearts and displays cultural heritage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X