ભારત-ચીન વચ્ચે આજે છઠ્ઠી કોર કમાંડર સ્તરની વાતચીત, વિદેશ મંત્રાલયના મોટા અધિકારી થશે શામેલ
નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે આજે એક વાર ફરીથી બંને દેશો વચ્ચે કોર કમાંડર સ્તરની વાતચીત થશે. પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના કારણે બંને દેશોના સંબંધ બગડી રહ્યા છે. આ દરમિયાન આજે સોમવારે ભારત અને ચીન વચ્ચે છઠ્ઠી વાર કોર કમાંડર સ્તરની વાતચીતની તૈયારી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વાતચીત ચીનવાળા ભાગ તરફ ચુશુલ-મોલ્ડોમાં થશે. બંને દેશો વચ્ચે યોજાનાર આ વાતચીત પહેલા ભારતીય સેનાની એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ જેમાં એનએસએ અજીત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવત પણ શામેલ થયા. આ બેઠકમાં ચીન સામે ઉઠાવનારા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં વિદેશ મંત્રાલયના મોટા અધિકારીઓ પણ શામેલ થઈ શકે છે. ભારત-ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની વાતચીત દરમિયાન આ પહેલો મોકો છે જ્યારે વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ભારતીય પ્રતિનિધિમંડળમાં શામેલ થશે.
રાફેલ પણ છે તૈયાર
આ દરમિયાન ભારતીય વાયુસેનાના રાફેલ પણ સીમા પર કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના રાફેલને પણ સીમા પાસેના વિસ્તારોમાં તૈનાત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તમને જણાવી દઈએ કે રાફેલના વાયસેનામાં શામેલ થયા બાદ અને એલએસી પર ભારતની તૈયારીઓ જોઈને ચીન સ્તબ્ધ છે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ પોતાના ફ્રંટલાઈન એરક્રાફ્ટ જેવા સુખોઈ 30MKI, જગુઆર, મિરાજ 2000ને પહેલેથી જ એલએસી પર તૈનાત કરી દીધા છે. વળી, રાફેલ પણ તૈનાતી માટે સંપૂર્ણપણે તૈયાર છે. થોડા દિવસો પહેલા અહીં રાફેલ ઉડાન ભરીને ચીનને કડક સંદેશ આપ્યો છે.
સર્વેઃ ભારતમાં 62% મહિલાઓ સ્માર્ટફોન પર કરી રહી છે આ કામ