India- China: LAC પર 2 કિમી પાછળ હટી ચીની સેના

India- China: LAC પર 2 કિમી પાછળ હટી ચીની સેના

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ પર ચીનના તેવરમાં થોડી નરમી જોવા મળી રહી છે. સેનાના સૂત્રો તરફથી સોમવારે જાણકારી આપવામાં આવી છે કે ચીનની પીપુલ્સ લિબ્રેશન આર્મીએ પોતાના ટેંટ્સ, વ્હીલ્સ અને જવાનોને 1-2 કિમી પાછળ હટાવી લીધી છે. આ એવું લોકેશન્સ છે જેના પર 30 જૂને થયેલ કોર કમાંડર ચર્ચામાં ડિસએન્ગેજમેન્ટ પર સહમતી બની હતી.

બફર ઝોનમાં સેના પાછળ હટી

બફર ઝોનમાં સેના પાછળ હટી

સૂત્રો તરફથી જણાવવામા આવ્યું કે ભારત અને ચીન બંનેની સેના બફર ઝોનથી એખ કિમી પાછળ હટી ગઇ છે. ગલવાન ઘાટીમાં આ એજ જગ્યા છે જ્યાં 15 જૂનના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના 20 સૈનિકો શહીદ થઇ ગયા હતા. આ નવા ઘટનાક્રમને એલએસી પર એક સકારાત્મક સંકેત રીકે જોવામા આવી રહ્યું છે. સૂત્રો મુજબ ભારતે પણ ગલવાન ઘાટીમાં બફર ઝોનથી આપણા જવાનોને પાછળ બોલાવી લીધા છે. પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાય ભાગોમાં આમને સામને છે. બે મહિનાથી બંને દેશ વચ્ચે આ ટકરાવ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગલવાનમાં બફર ઝોનથી ભારત અને ચીનની સેનાઓ પાછળ હટી ગઇ છે. બફર ઝોન એલએસીનો જ ભાગ છેજ્યાં કોઇ પ્રકારના ટકરાવને ટાળવાનો ઉ્દદેશ્ય બનાવ્યો છે.

પીએમ મોદીના લેહ પ્રવાસ બાદ મીટિંગ થઇ

પીએમ મોદીના લેહ પ્રવાસ બાદ મીટિંગ થઇ

સૂત્રો તરફથી કહેવામા આવ્યું કે ચીની જવાનોને ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે. ટકરાવ વાળી જગ્યા પર ચાર બિંદુઓ જેમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14 જે ગલવાન નદી ઘાટીનો ભાગ છે, પીપી 15, હૉટ સ્પ્રિંગ્સ અને ફિંગર એરિયા, આ તમામ પર નજર બનેલી છે. જવાનોને પાછળ હટવાનો રસ્તો અલગ અલગ લોકેશન્સ પર અલગ અલગ છે. ગલવાનમાં પણ જવાન પાછળ હટી રહ્યા છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે પાછલા 48 કલાકમાં રાજનાયિક અને મિલિટ્રી સ્તર પર ચર્ચા થઇ છે અને તેનું આ પરિણામ છે. પીએમ મોદીએ શુક્રવારે અચાનક લેહની મુલાકાત લીધઆ બાદ આ બધી મીટિંગ થઇ હતી.

ગલવાન હિંસા બાદ તણાવ વધ્યો

ગલવાન હિંસા બાદ તણાવ વધ્યો

ગલવાન ઘાટીમાં થયેલ હિંસા બાદ આ તણવ ચરમ સીમા પર પહોચી ચૂક્યો હતો. છ જૂન, 22 જૂન અને પછી 30 જૂનના રોજ ચીન સાથે કોર કમાંડર સ્તરની ત્રણ વાર્તાલાપ થઇ. બે વાર ચીનના ભાાગવાળા મોલ્ડો અને એકવાર ભારતના ભાગવાળા ચુશુલમાં ચર્ચા થઇ. લેહ સ્થિત 14 કોરના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહે પીએલએના મેજર જનરલ લિયૂ લિન સાથે મુલાકાત કરી. તેમણે આ ત્રણેય મીટિગમાં ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો બોર્ડર પર શાંતિ અને સ્થિરતા સ્થાપવી હોય તો ફરી તમામ વિસ્તારોમાં એપ્રિલ 2020 વાળી સ્થિતિ ટાળવી પડશે. 30 જૂનવાળી વાર્તાલાપ 14 કલાક સુધી ચાલી હતી.

લે. જનરલ હરિદરે ચીનને અલ્ટીમેટમ આપ્યું

લે. જનરલ હરિદરે ચીનને અલ્ટીમેટમ આપ્યું

14 કલાક સુધી ચાલેલી વાર્તાલાપમાં લે. જનરલ હરિંદરે સ્પષ્ટ કરી દીધું હતું કે ચીનને દરેક હાલાતમાં એવા સમજૂતીનું પાલન કરવું પડશે જેના પર સમયે સમયે સહમતી બની છે. ગલવાન ઘાટી અને કેટલાક અન્ય ભાગોમાં હવામાન પાછલા દિવસોથી ઠીક નથી. કેટલાક સીનિયર ઑફિસર્સનું કહેવું છે કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે અને હજી તેમાં સમય લાગી શકે છે. ગૃહ મત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે 10 દિવસની એક સમયસીતા નક્કી કરવામાં આવી છે. જેને બનાવતી વખતે એ વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે આગલા ત્રણથી પાંચ દિવસમાં શું હાંસલ કરી શકાય છે. પૈંગોંગ ત્સો પર જેમાં ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેનો વિસ્તાર પણ સામેલ છે, ત્યાં ચીની સેનાએ પોતાની હાજરી વધારી દીધી છે.

ભારતે ચીની મેજરની ઑફર ફગાવી

ભારતે ચીની મેજરની ઑફર ફગાવી

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ હતું કે પીએલએના મેજર જનરલ લિયૂ લિને કહ્યું હતું કે બંને દેશની સેનાઓ મહત્વના વિસ્તારોથી 2-3 કિમી પાછળ હટી જાય. લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ પૈગોંગે ત્સો અને ફિંગર 4 પર ચીનના આ પ્રસ્તાવને માનવા માટે તૈયાર નહોતુ. ભારતે ચીનને સ્પષ્ટ કરી દીધુ કે પૈગોંગ ત્સો અને ફિંગર 4 પર ચીનના આ પ્રસ્તાવને માનવા તૈયાર નહોતા. ભારતે ચીનને સ્પષ્ટ કરી દીધું કે પૈગોંગ ત્સોની ફિંગર 8 સુધી તેનો દાવો છે. ચીનની સેના તરફથી ભારતને ફિંગર 3 સુધી જવા માટે કહેવામાં આવ્યું છે અને સેનાએ તેને ના માનતા પોતાની તહેનાતી વધારી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X