ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની બેઠક 8 કલાક ચાલી, પૂર્વ લદ્દાખ પર ચર્ચા થઈ!

લદ્દાખમાં ચીન-ભારત વચ્ચે સરહદ વિવાદ ગયા વર્ષના મે મહિનાથી યથાવચ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઘણી વખત આવી, જો કે તણાવ ઘટાડવા માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે.

નવી દિલ્હી, 10 ઓક્ટોબર : લદ્દાખમાં ચીન-ભારત વચ્ચે સરહદ વિવાદ ગયા વર્ષના મે મહિનાથી યથાવચ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઘણી વખત આવી, જો કે તણાવ ઘટાડવા માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે લદ્દાખમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી, જે લગભગ 8.30 કલાક ચાલી હતી. આ દરમિયાન બંને પક્ષોએ પૂર્વ લદ્દાખના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જો કે, બેઠકમાં શું નિર્ણય લેવાયો તેની માહિતી હજુ સત્તાવાર રીતે આપવામાં આવી નથી.

Ladakh

ભારતીય સેનાના સૂત્રો અનુસાર, ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક રવિવારે મોલ્ડોમાં યોજાઈ હતી, જે સાંજે 7 વાગ્યે સમાપ્ત થઈ હતી. લદ્દાખમાં તણાવ શરૂ થયો ત્યારથી બંને દેશોની સેનાઓ વચ્ચે બેઠકનો આ 13 મો રાઉન્ડ હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલી લશ્કરી સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુદ્દો ઉકેલાઈ ગયો છે કે નહીં તે જાણી શકાયું નથી.

બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં બર્ડર પર પણ તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશોની પેટ્રોલિંગ ટીમો તવાંગ નજીક સામસામે આવી હતી, ત્યારબાદ એક નાનો વિવાદ થયો હતો. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકો સાથેના વિવાદ બાદ ચીની સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી. તે જ સમયે જ્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયનને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી.

ચીને ઘણી વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હ પરંતુ ભારતીય સેનાએ તેને ભગાડી દીધા. જેના કારણે ચીન ગુસ્સે છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર ભારતીય સેનાની બનાવટી તસવીરો શેર કરી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે લદાખમાં ઘણા ભારતીય સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા છે. જો કે ભારતીય સેનાના સૂત્રોએ આ તસવીરોને નકલી ગણાવી છે. ઉલ્લેખનિય છે કે ભારતીય સેના અને ચીનની સેના આટલા વર્ષોમાં પહેલી વખત આટલી સામસામે આવી છે. આ પહેલા વિવાદ આ લેવલ સુધી પહોંચ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X