India China tension: ભારત-ચીન કમાંડર્સ વચ્ચે વાતચીત ખતમ, લે. જનરલ પાછા

ભારત અને ચીનના કોર કમાંડર્સ વચ્ચે મોલ્ડોમાં થઈ રહેલ વાતચીત ખતમ થઈ ગઈ છે.

ભારત અને ચીનના કોર કમાંડર્સ વચ્ચે મોલ્ડોમાં થઈ રહેલ વાતચીત ખતમ થઈ ગઈ છે. શનિવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી વાતચીત લાઈન ઑફ કંટ્રોલ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ની બીજી તરફ મોલ્ડોમાં થઈ રહી હતી. ભારતીય દળનુ નેતૃત્વ 14 કૉર્પ્સના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ કરી રહ્યા હતા. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે લેફ્ટનન્ટ જનરલ વાતચીત પૂરી કરીને લેહ પાછા આવી રહ્યા છે. વાતચીતનુ પરિણામ શું નીકળ્યુ તેના વિશે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

india-china

મોડી શરૂ થઈ મીટિંગ

આ મીટિંગ પાંચ કલાકથી વધુ સમય ચાલી છે. આ મીટિંગને બોર્ડર પર ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલ ટકરાવ ટાળવા માટે ઘણી સંવેદનશીલ માનવામાં આવી રહી હતી. ભારત તરફથી લેફ્ટનનન્ટ જનરલ હરિંદર સિંહ વાતચીત લીડ કરી રહ્યા હતા તો ચીન તરફથી પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએમએ) મેજર જનરલ લિયુ લીન લીડ કરી રહ્યા હતી. મેજર જનરલ લિન સાઉથ શિનજિયાંગ મિલિટ્રી રીજનના કમાંડર છે. આ વાતચીતને પહેલા સવારે નવ વાગે શરૂ કરવાની હતી પરંતુ કોઈ કારણોસર આમાં વિલંબ થઈ ગયો. સવારે 11 વાગીને 10 મિનિટ આસપાસ વાતચીત શરૂ થઈ. પાંચ મેના રોજ લદ્દાખમાં ચીની સેનાના જવાનોની ભારતીય જવાનો સાથે ઝડપ થઈ હતી. ચીની અને ભારતીય જવાનો વચ્ચે થયેલ આ ટકરાવથી દરેકને વર્ષ 2017માં થયેલા ડોકલામની ઘટના યાદ આવી ગઈ છે. જૂન 2017માં થયેલ ડોકલામ વિવાદ ઓગસ્ટમાં 73 દિવસે ખતમ થઈ શક્યો હતો. જો કે વિશેષજ્ઞોનુ માનવુ હતુ કે આ વખતે વિવાદ ડોકલામથઈ વધુ ગંભીર છે.

શું છે ચીન પાસે ભારતની માંગ

લદ્દાખના ચુશુલથી વિરુદ્ધ દિશામાં છે ચીનનુ મોલ્ડો જે દક્ષિણી શિનજિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રીક્ટમાં આવે છે. ભારતે આ મીટિંગ પહેલા પણ ચીનને સ્પષ્ટ કરી દીધુ હતુ કે એલએસી પર યથાસ્થિતિ ચાલુ રાખવી જોઈએ. સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે ભારત તરફથી કોઈ પણ પ્રકારના ટ્રૂપ બિલ્ડિંગની કોઈ કોશિશ પહેલા કરવામાં આવી નહોતી અને ના ભારતીય સેનાએ માંગ કરી હતી કે જ્યાં સુધી એલએસીની સ્થિતિ આ વર્ષે એપ્રિલમાં જેવી હતી તેવી જ ચાલુ રહેવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X