For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Corona Update : કોરોનાની નવી લહેર વચ્ચે બીજા બુસ્ટર ડોઝ આપવા અંગે વિચારણા, IMAએ કહી આ વાત

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. જે. એ. જયલાલે જણાવ્યું હતું કે, સરકારને ચોથા ડોઝ પર વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો બુસ્ટર ડોઝ આપવો જરૂરી છ

|
Google Oneindia Gujarati News

India Corona Update : ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણ ફરી એકવાર કાળો કહેર વર્તાવી રહ્યો છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની આશંકા સેવાઇ રહી છે. આ સાથે કોરોના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર સરકાર સતત બેઠક કરી રહી છે.

સોમવારના રોજ IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં IMAએ વધારાના બુસ્ટર ડોઝ એટલે કે ચોથા ડોઝની આવશ્યકતા જણાવી છે. આ સાથે જે દેશોમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે, ત્યાં એક બુસ્ટર ડોઝ લેવા ઉપરાંત પણ આ સ્થિતિ સર્જાઇ રહી છે.

બીજા બૂસ્ટર ડોઝ અંગે વિચારણા

બીજા બૂસ્ટર ડોઝ અંગે વિચારણા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ સોમવારના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને અન્ય ટોચના ડૉક્ટર્સ સાથેવાતચીત કરી હતી.

જેમાં દેશમાં કોરોનાની સમીક્ષા કરવામાં આવી હતી. આમાં, ડૉકટર્સે લોકોને બીજા બૂસ્ટર ડોઝની મંજૂરી આપવાવિનંતી કરી હતી.

દેશવાસીઓને કોરોના રસીના બે ડોઝ ફરજિયાતપણે આપવામાં આવ્યા છે. ત્રીજો વધારાનો કે બુસ્ટર ડોઝઆપવાની કામગીરી પણ ચાલી રહી છે.

ચીન અને અન્ય દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ચોથો ડોઝ અથવા બીજો બૂસ્ટર ડોઝવિચારણા હેઠળ છે.

અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મોકડ્રીલ

અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મોકડ્રીલ

સ્વાસ્થ્ય મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા IMA સાથે આ બેઠક યોજી હતી. જેમાં દેશમાં કોરોનાના નવી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને ટોચના તબીબી નિષ્ણાતો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

નિષ્ણાતો કહે છે કે, ચીનમાં મોટી સંખ્યામાં લોકોએ બૂસ્ટર ડોઝ લીધાપછી પણ Omicron ના BF.7 વેરિએન્ટના સંપર્કમાં આવ્યા હતા.

સરકારે દેશભરમાં કોવિડ કેસ, શ્વસન દર્દીઓ અને ઈન્ફલ્યુએન્ઝાનાદર્દીઓ પર નજર રાખવા સૂચનાઓ આપી છે.

મંગળવારના રોજ દેશના ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં પણ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

રક્ષણ માટે સાચી માહિતી આપવા માંગ

રક્ષણ માટે સાચી માહિતી આપવા માંગ

બેઠક સાથે જોડાયેલા માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, વિદેશમાં કોરોના સંક્રમણ વિશે સાચી માહિતી પૂરી પાડવામાં આવે, જેથી દેશમાં રહેલા ખતરાને જોઈને આંકી શકાય. ભયને દૂર કરવા અને ઈન્ફોડેમિકને રોકવા માટે અધિકૃત માહિતી આવશ્યક છે.

ભારતમાં ઘટી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓ

ભારતમાં ઘટી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓ

કોરોના ભલે અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો હોય, પરંતુ ભારતમાં સ્થિતિ અલગ છે. દેશમાં દર્દીઓની સરેરાશ દૈનિક સંખ્યામાં ઝડપથી ઘટાડોથયો છે. 1 ડિસેમ્બરના રોજ દૈનિક સંક્રમિતોની સંખ્યા 300 હતી, જે 25 ડિસેમ્બરના રોજ ઘટીને 163 થઈ ગઈ છે.

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ : ડૉ. જયલાલ

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ : ડૉ. જયલાલ

આ બેઠક બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. જે. એ. જયલાલે જણાવ્યું હતું કે, સરકારને ચોથા ડોઝ પર વિચાર કરવા વિનંતી કરવામાં આવી હતી. ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો બુસ્ટર ડોઝ આપવો જરૂરી છે.

લાંબા અંતરાલમાં રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ જશે

લાંબા અંતરાલમાં રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ જશે

ડૉ. જયલાલે જણાવ્યું હતું કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છેલ્લો ડોઝ લગભગ એક વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો. આટલા લાંબા અંતરાલમાં રોગપ્રતિકારક શક્તિ સમાપ્ત થઈ જશે. તેથી અમે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી છે કે, તેઓ લોકોને અને ખાસ કરીને ડૉક્ટર્સ, નર્સીસ, હોસ્પિટલના અન્ય સ્ટાફ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે સાવચેતીના પગલાંના 4થા ડોઝ પર વિચાર કરે. તેમને દર્દીઓને હેન્ડલ કરવાના હોવાથી તેઓ સૌથી વધુ જોખમમાં હોય છે.

English summary
India Corona Update : Considering second booster dose amid fourth wave of Corona, IMA said this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X