India Covid Update : છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોના પોઝિટિવ નોંધાયા, સંક્રમણ દરમાં મોટો વધારો
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,59,632 કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જે બાદ સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા 5,90,611 પર પહોંચી ગઈ છે.
India Covid Update : સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,59,632 કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જે બાદ સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા 5,90,611 પર પહોંચી ગઈ છે. રવિવારના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર 24 કલાકમાં કોરોનાને કારણે 327 લોકોના મોત થયા છે. આવા સમયે 40,863 સ્વસ્થ થયા અને તેમના ઘરે પરત ફર્યા હતા.

સંક્રમણનો દર 10 ટકાથી વધુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સંક્રમણનો દર હવે 10 ટકાને વટાવી ગયો છે. રવિવારના રોજ તે 10.21 ટકા નોંધાયું હતું. એટલે કે, દર 100કોરોના સેમ્પલમાં 10 થી 11 દર્દીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળ બીજા નંબરનું સૌથી વધુ સંક્રમિત રાજ્ય
દેશના બે રાજ્યોમાં પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જ્યાં કોરોનાના કેસ સૌથી ઝડપથી વધી રહ્યા છે. સક્રિય કોરોના કેસમાં મહારાષ્ટ્ર બાદ રાજ્ય બીજા ક્રમે છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં 51,384 સક્રિય કોરોના દર્દીઓ છે, જે દેશના કેસના 10.88 ટકા છે. આવા સમયે, મહારાષ્ટ્રમાં 1,45,198 સક્રિયકેસ છે.

ઓમિક્રોનના 3623 કેસ
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ પણ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 3623 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. અહીં ઓમિક્રોન સંક્રમિતોનીસંખ્યા એક હજારને વટાવી ગઈ છે. આ સાથે દિલ્હીમાં 513 લોકો સંક્રમિત છે.

કોરોનાના આંકડા પર નજર
- 24 કલાકમાં સામે આવેલા દર્દીઓ - 1,59,632
- 24 કલાકમાં રિકવર થયેલા કોરોના દર્દીઓ - 40,863
- 24 કલાકમાં કોરોનાના કારણે મૃત્યુ - 327
- દૈનિક સંક્રમણ રેટ - 10.21 ટકા
- એક્ટિવ કેસ - 5,90,611
- કુલ રિકવર કેસ -3,44,53,603
- કુલ મોત - 4,83,790
- કુલ વેક્સિનેશન - 151.58












Click it and Unblock the Notifications
