ભારત RCEPમા ભાગ નહિ લે, પીએમ મોદીએ કહ્યું- મારો વિવેક મંજૂરી નથી આપતો
RCEPમાં ભાગ લેવાની મારો વિવેક મંજૂરી નથી આપતોઃ મોદી
નવી દિલ્હીઃ ભારતે સોમવારે ફેસલો કર્યો કે તે 16 દેશના આરસેપ (RCEP) વ્યાપાર સમજૂતીનો ભાગ નહિ બને. ભારતે કહ્યું કે તેઓ તમામ ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિસ્પર્ધાના દરવાજા ખોલવાથી ભાગી નથી રહ્યું, પરંતુ તેમણે એક પરિણામ માટે જોરદાર તર્ક રજૂ કર્યું છે, જે તમામ દેશ અને તમામ સેક્ટરોને અનુકૂળ છે. સુત્રો મુજબ આરસેપ શિખર સમ્મેલનમાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, RCEP સમજૂતીનું હાલનું સ્વરૂપ RCEPની પાયાની ભાવના અને માન્ય માર્ગદર્શક સિદ્ધાંતોને પૂરી રીતે જાહેર નથી કરતું. આ હાલની પરિસ્થિતિમાં ભારત અને દીર્ઘકાલિન મુદ્દા અને ચિંતાઓનું સંતોષજનક રૂપે સમાધાન પણ રજૂ નથી કરતું.

દેશના ખેડૂતો, વેપારીઓ, બિઝનેસમેન અને શ્રમિકો તથા ઉપભોક્તાઓનો હવાલો આપતા, જેઓ આવા ફેસલાથી પ્રભાવિત થયા છે, તેમણે કહ્યું કે- જ્યારે હું તમામ ભારતીયોના હિતોના સંબંધમાં આરસીપીઈ સમજૂતીને માપું છું, તો મને સકારાત્મક જવાબ નથી મળતો માટે મારો વિવેક મને RCEPમાં સામેલ થવાની મંજૂરી નથી આપતો.
સૂત્રોએ કહ્યું કે RCEPમાં ભારતનું વલણ પીએમ મોદીના મજબૂત નેતૃત્વ અને દુનિયામાં ભારતના વધતા કદને દર્શાવે છે. ભારતના આ ફેસલાથી ભારતીય ખેડૂતો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉપક્રમો અને ડેરી ક્ષેત્રને ઘણી મદદ મળશે. સૂત્રોએ કહ્યું કે આ મંચ પર ભારતનું વલણ ઘણું વ્યવહારિક રહ્યું છે. ભારતી જ્યાં ગરીબોના હિતોના સંરક્ષણની વાત કહી છે ત્યાં જ દેશના સેવા ક્ષેત્રને લાભની સ્થિતિ આપવાનો પ્રયાસ પણ કર્યો, સૂત્રોએ જણાવ્યું કે ભારતે વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિસ્પર્ધા ખોલવાાં કોઈ મૂંઝવણ ન દેખાડી. સાથે જ મજબૂતીથી આ વાત રાખી કે આનું જે પણ પરિણામ આવે તે તમામ દેશો અને તમામ ક્ષેત્રોને અનુકૂળ હોય. આરસીઈપીમાં દસ એશિયન દેશ અને છ મુક્ત વ્યાપાર ભાગીદાર ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂજીલેન્ડ સામેલ છે. આરસીઈપ કરારનો ઉદ્દેશ્ય દુનિયાનું સૌથી મોટું મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનાવવાનો છે.












Click it and Unblock the Notifications
