For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની અવળચંડાઇને ભારતનો જવાબ, સરહદ પર 50000 સૈનિકો થશે સજ્જ

|
Google Oneindia Gujarati News

indo-china border
નવી દિલ્હી, 18 જુલાઇ : ભારતીય સીમામાં સતત ઘુસણખોરી કરી રહેલા પાડોશી દેશ ચીનને જવાબ આપવા માટે સરકારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાબળને પ્રોત્સાહન આપતા એક કોરના ગઠનને લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. ચીનની આડોડાઇનો જવાબ આપવા માટે 65000 કરોડ રૂપિયાના ખર્ચે ચીનની સીમા પર 50 હજાર વધારાના સૈનીકોને ગોઠવવામાં આવશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રધાનમંત્રી મનમોહન સિંહની આગેવાનીમાં રક્ષા મામલાથી સંબંધિત મંત્રિમંડળીય સમિતિએ પોતાના બેઠકમાં આ મહત્વ અને ખૂબ જ જરૂરી પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ યોજના અંતર્ગત 13 લાખ સૈન્યકર્મિઓવાળી સેના પશ્ચિમ બંગાળના પાનાગઢમાં નવી કોરનું હેડક્વાર્ટર ખોલી શકે છે. જાણકારી અનુસાર બિહાર અને આસામમાં તેમના બે ડિવિઝન હશે જ્યારે જમ્મુ-કાશ્મીરના લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી અન્ય એકમો હશે. જાણકારી અનુસાર વાયુસેના પણ પોતાના હળવા C-130 J હર્ક્યુલિસ વિમાન રાખી શકે છે. આ કોર આવનાર 7 વર્ષોમાં તૈયાર થઇ જશે.

ઉલ્લેખનીય છે કે ફિલહાલ ભારતીય ફોજની પાસે ત્રણ હુમલાવર કોર છે, જેને પાકિસ્તાનને ધ્યાનમાં રાખતા તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રણ કોરોનું હેડક્વાર્ટર્સ મથુરા, બંબાલા અને ભોપાલમાં છે. આ ત્રણ કોર રણ અને મેદાની વિસ્તારમાં યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ચીની ખતરાને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવનાર સેનાની આ પહેલી હુમલાવર કોર હશે.

આ કોરમાં સામે સૈનિકોને પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં યુદ્ધ કરવા માટે ખાસરીતે ટ્રેનિંગ આપવામાં આવશે. કારણ કે ચીન અને ભારતની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાનો મોટાભાગનો વિસ્તાર પહાડી વિસ્તારમાં જ છે.

English summary
Boosting Army's war fighting capabilities along the line of actual control (LAC), the government on Wednesday has given the go ahead to the creation of a corps including deployment of 50,000 additional troops along the China border at a cost of around Rs 65,000 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X