હમાસ જેવા હુમલાને નીપટવા ભારતે ચીન-પાકિસ્તાન બોર્ડર પર ખાસ હથિયાર તૈનાત કર્યા, જાણો શું છે ખાસિયત?
ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ ભારત પણ પાકિસ્તાન અને ચીનને લઈને સતર્ક થઈ ગયુ છે. આ ક્રમમાં જ ભારતે શરહદોને સલામત કરવાની શરૂઆત કરી છે.
ઇઝરાયેલનું આયરન ડોમ સૌથી ઘાતક હથિયાર હોવાની વાતો વચ્ચે તે હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યુ છે. આ હુમલા બાદ હવે મિસાઈલ હુમલાને રોકવા માટે ભારતે નવી તૈયારીઓ કરી છે.

ભારતે પાકિસ્તાન અને ચીનની સરહદો પર S-400 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી છે, જે કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે.
હમાસના પાંચ હજારથી વધુ રોકેટોએ ઇઝરાયેલના આયરન ડોમને ફેલ કર્યા બાદ ઘણા મોટા દેશોએ પોતાની મિસાઈલ વિરોધી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતને હાલમાં જ રશિયા પાસેથી શક્તિશાળી મિસાઈલ સિસ્ટમ S-400 મળી છે. જેને હવે પાકિસ્તાન અને ચીનની સરહદો તૈનાત કરાઈ છે.
સવાલ એ થાય કે S-400 મિસાઈલ સિસ્ટમ હમાસ જેવા હુમલાને રોકી શકે ખરી? સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે S-400 એક અદ્યતન સિસ્ટમ છે, જે કોઈપણ મિસાઈલ હુમલાને રોકી શકે છે.
ભવિષ્યના જોખમને ધ્યાનમાં રાખીને આગામી કેટલાક વર્ષોમાં આ સિસ્ટમ નબળી પડી શકે છે. આ માટે સંરક્ષણ નિષ્ણાતો S-500 ખરીદવાની ભલામણ કરે છે. તેની સાથે સ્પર્ધા કરવા માટે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ નથી.
S-400ની વાત કરીએ તો તે એક સમયે 36 મિસાઈલને તોડી શકે છે. આ સિસ્ટમથી એકસાથે 72 મિસાઈલ છોડી શકાય છે. આયરન ડોમની જેમ S-400 પણ હવામાં મિસાઇલોને અટકાવે છે અને ખતમ કરે છે.
મિસાઈલ સિવાય તે હવામાં ઉડતી કોઈપણ વસ્તુનો નાશ કરી શકે છે. S-400 બેલેસ્ટિક મિસાઈલને પણ નીચે પાડી શકે છે. આયરન ડોમની તુલનામાં S-400 લાંબા અંતરની મિસાઇલોને મારી શકે છે. આ એક લાંબી રેન્જ ડિફેન્સ સિસ્ટમ છે.
આયરન ડોમની વાત કરીએ તો, જો એક હજાર રોકેટ છોડવામાં આવે તો તે તેમાંથી 900ને તોડી શકે છે. આયરન ડોમની રડાર સિસ્ટમ એ જુએ છે કે મિસાઈલ ક્યાં પડશે, જો આ મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડે તો તેને ખતમ કરવા માટે ઈન્ટરસેપ્ટર મિસાઈલ છોડે છે.












Click it and Unblock the Notifications
